Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
રાજ્યની ધોરણ નવથી બારની સરકારી સ્કૂલમાં શિક્ષકોની બદલીને લઇને સુધારો કરાયો હતો

સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઇને મોટા સમાચાર આવ્યા છે. શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લેવામાં આવશે. શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમોમાં સુધારો કરાયો છે. બદલીમાં દંપતીના કિસ્સામાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પતિ કે પત્ની કેન્દ્રના કે રાષ્ટ્રીય બેન્કના કર્મચારી હોય તો બદલીનો લાભ મળશે
ધો.9થી 12ની સરકારી સ્કૂલના શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાને લેવામાં આવશે નહીં. અગાઉ વિદ્યાર્થીની સંખ્યાના આધારે બદલીની જોગવાઇ હતી. ગુણાંકનની ટકાવારીની નોંધ પણ રદ કરાઇ હતી. પરિણામ આધારિત પોઈન્ટ્સની જોગવાઈ યથાવત છે.
રાજ્યની ધોરણ નવથી બારની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકની બદલીની જોગવાઈ અંતે રદ કરી દેવામાં આવી. શિક્ષણ વિભાગે 24 નવેમ્બર 2024ના રોજ સરકારી સ્કૂલોના શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો માટે ઠરાવ કર્યો હતો. જેમાં કેટલાક સુધારા વધારા માટે અને કેટલીક જોગવાઈઓ રદ કરવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારે આ ઠરાવમાં નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે. બદલીમાં દંપતીના કિસ્સાનો લાભ જે શિક્ષકના પતિ કે પત્ની ભારત સરકારના કર્મચારી કે નેશનલાઈઝ્ડ બેંકના કર્મચારી તરીકે નિયમિત નિમણૂંકથી ફરજ બજાવતા હોય તેમને પણ મળશે.
એટલું જ નહીં પતિ પત્નીની સરકારી નોકરી કેટેગરી જેવા શબ્દ વપરાયા હતા તેના બદલે દંપતી કેસ મુજબનો સુધારો કરાયો હતો. જ્યારે મેરિટ સિસ્ટમની જોગવાઈમાં પરિણામ આધારિત પોઈન્ટ્સની જોગવાઈ યથાવત રખાઈ પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રાખેલી ગુણાંકનની ટકાવારીની નોંધ રદ કરવામાં આવી હતી. જ્યારે એક નવી જોગવાઈ ઉમેરાઈ છે.
ડીઈઓ કચેરી હેઠળની સેવાઓના સમયગાળા માટે અગાઉ જેને જિલ્લા ફેરબદલીનો લાભ મળ્યો હોય પરંતુ વહીવટી કે અન્ય કારણોસર છૂટા થઈ શક્યા ન હોય તેવા કર્મચારીઓ માટે સેવાઓનો સમયગાળો જે તે જિલ્લા ફેરબદલીની નવી જગ્યાએ હાજર થયા તારીખથી ન ગણીને જિલ્લા ફેરબદલીના હુકમની તારીખથી ધ્યાને લેવાનો રહેશે.
GTUની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને સજા આપવામાં આવી છે. 286 વિદ્યાર્થીને પાંચ વર્ષ સુધી પરીક્ષા નહી આપવા સુધીની સજા અપાઇ હતી. પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓની સુનાવણીમાં નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી ઘણા વિદ્યાર્થીઓનું એક સેમેસ્ટર બગડશે. જ્યારે 11 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની 2024ની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 286 વિદ્યાર્થીઓને સજા ફટકારાઇ હતી. સજાની જાહેરાત જીટીયુએ દરેક કોલેજોને મોકલી આપી છે. સાથે જ યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ મુકવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
