(Source: ECI/ABP News/ABP Majha)
આજે અને આવતીકાલે 12 કલાક માટે કામ નહીં કરે ઇનકમ ટેક્સ વેબસાઈટ, જાણો શું છે કારણ
સરકારે 7 જૂનના રોજ નવી આવકવેરા (Income Tax Departmet) વેબસાઇટ શરૂ કરી હતી.
આવકવેરા વિભાગ (Income Tax Departmet) ની નવી વેબસાઇટ આજે એટલે કે 23 ઓક્ટોબર અને રવિવાર 24 ઓક્ટોબરે થોડા સમય માટે બંધ રહેશે. મેઈન્ટેનન્સને કારણે આ વેબસાઇટ આજે રાત્રે 10 વાગ્યાથી કાલે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં.
નવી આવકવેરા વેબસાઇટ (Income Tax Portad) ખોલવા પર, ટોચ પર એક નોટિસ લખવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સાવધાન: પૂર્વનિર્ધારિત જાળવણી પ્રવૃત્તિને કારણે, વેબસાઇટ શનિવારે રાત્રે 10 વાગ્યાથી રવિવારે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં.
નવી વેબસાઇટ આ વર્ષે જૂનમાં લોન્ચ કરવામાં આવી હતી
સરકારે 7 જૂનના રોજ નવી આવકવેરા (Income Tax Departmet) વેબસાઇટ શરૂ કરી હતી. તેના લોન્ચિંગ પછી ઘણા દિવસો સુધી તેમાં ઘણી સમસ્યાઓ હતી. આ અંગે ટેક્નોલોજી કંપની ઇન્ફોસિસના એમડી અને સીઇઓ સલિલ પારેખને સમન્સ જારી કરવામાં આવ્યું હતું. ઇન્ફોસિસે પોતે 4241 કરોડ રૂપિયામાં આ પોર્ટલ બનાવ્યું છે.
નાણાકીય વર્ષ 2020-21 માટે 2 કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે
આવકવેરા વિભાગ (Income Tax Departmet)ના જણાવ્યા અનુસાર, નવી આવકવેરા (Income Tax Departmet) વેબસાઇટ દ્વારા અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 36 લાખથી વધુ કરદાતાઓને રિફંડ જારી કરવામાં આવ્યા છે.
31 ડિસેમ્બર સુધીમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવશે
નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (Income Tax Retutn) 31 મી ડિસેમ્બર સુધીમાં ભરવાનું છે. અગાઉ 30 સપ્ટેમ્બર આ માટે છેલ્લી તારીખ હતી પરંતુ તેને વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.