શોધખોળ કરો

14 વર્ષ બાદ વધશે બાકસની કિંમત, ડિસેમ્બરથી એક બોક્સ 1 રૂપિયાના બદલે 2 રૂપિયામાં મળશે

ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાવવધારા પાછળ કાચા માલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યા હતા.

મદુરાઈ: 14 વર્ષમાં એકમાત્ર એવી વસ્તુ જેણે તમારા ખિસ્સા પર કોઈ ભાર ન આપ્યો. મોંઘવારીના બોજ હેઠલ તેનું વજન થોડું ચોક્કસ ઘટ્યું પણ ભાવ વધ્યા નહીં. પરંતુ હવે 14 વર્ષના બાદ મેચબોક્સ એટલે કે બાકસની કિંમતો વધવા જઈ રહી છે. તે એક રૂપિયો મોંઘુ થવાનું છે. આગામી મહિનાથી બાકસ બે રૂપિયામાં મળસે. બાકસ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી મેચબોક્સની MRP 1લી ડિસેમ્બરથી 1 રૂપિયાથી વધારીને 2 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી વખત મેચસ્ટિક્સની કિંમતમાં 2007માં સુધારો કરવામાં આવ્યો હતો, જ્યારે તેની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવામાં આવી હતી. બાકસની કિંમત વધારવાનો નિર્ણય ગુરુવારે શિવકાશીમાં ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ માચીસની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાવવધારા પાછળ કાચા માલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યા હતા. ઉત્પાદકોએ કહ્યું કે બાકસ બનાવવા માટે 14 પ્રકારના કાચો માલની જરૂર પડે છે. એક કિલો લાલ ફોસ્ફરસ 425 રૂપિયાથી વધીને 810 રૂપિયા થયો છે. એ જ રીતે મીણનો ભાવ રૂ.58થી વધીને રૂ.80, આઉટર બોક્સ બોર્ડ રૂ.36થી રૂ.55 અને ઇનર બોક્સ બોર્ડ રૂ.32થી વધીને રૂ.58 થયો છે. પેપર, સ્પ્લિન્ટ, પોટેશિયમ ક્લોરેટ અને સલ્ફરના ભાવમાં પણ 10 ઓક્ટોબરથી વધારો થયો છે. ડીઝલના વધતા ભાવોએ પણ બોજમાં વધારો કર્યો છે.

હવે 600 બાકસનું એક બંડલ 270-300 રૂપિયામાં વેચાઈ રહ્યું છે

નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના સેક્રેટરી વી.એસ. સેતુરાથીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે ઉત્પાદકો 600 મેચબોક્સ (દરેક બોક્સમાં 50 મેચબોક્સ) નું બંડલ 270 થી 300 રૂપિયામાં વેચી રહ્યા છે. અમે અમારા એકમોમાંથી વેચાણ કિંમત 60% વધારીને 430-480 રૂપિયા પ્રતિ બંડલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં 12% GST અને પરિવહન ખર્ચનો સમાવેશ થતો નથી.

તમિલનાડુમાં 4 લાખ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે

સમગ્ર તમિલનાડુમાં આ ઉદ્યોગમાં લગભગ ચાર લાખ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવે છે અને 90% થી વધુ પ્રત્યક્ષ કર્મચારીઓ મહિલાઓ છે. ઉદ્યોગ કર્મચારીઓને વધુ સારી ચૂકવણી કરીને વધુ સ્થિર કર્મચારીઓને આકર્ષવાની આશા રાખે છે. આનું કારણ એ છે કે ઘણા લોકો મનરેગા હેઠળ કામ કરવામાં રસ દાખવી રહ્યા છે કારણ કે ત્યાં પગાર વધુ સારો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget