Independence Day 2023: આઝાદી વખતે સોનાનો હતો આ ભાવ, આજે કિંમત 600 ગણીથી પણ વધારે!
India Independence Day 2023: મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 ઓગસ્ટ 1947ના રોજ સોનાનો ભાવ પ્રતિ તોલા રૂ.88.62 હતો.
Gold Price In 1947: આજના સમયમાં એક તોલા એટલે કે 10 ગ્રામ સોનાની કિંમત 50,000 હજાર રૂપિયાથી વધુ છે. દરેક વ્યક્તિ પોતાની પાસે સોનું રાખવા માંગે છે. જો કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે, પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સોનાથી બનેલા ઘરેણા ખરીદવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. પરંતુ, શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે સોનાની કિંમત 100 રૂપિયાથી ઓછી હતી? હા, દેશની આઝાદી સમયે સોનાનો દર આજની સરખામણીમાં 600 ગણો ઓછો હતો.
1947માં સોનું 600 ગણું સસ્તું હતું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 ઓગસ્ટ 1947ના રોજ સોનાનો ભાવ પ્રતિ તોલા રૂ.88.62 હતો. ત્યારે અને અત્યારે કિંમતની સરખામણી કરીએ તો ઘણો તફાવત છે. સોનાની કિંમતમાં આ વધારો 600 ગણાથી વધુ છે. સમગ્ર વિશ્વમાં સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. જ્યારે વિશ્વભરના બજારોમાં ઉથલપાથલ હોય છે ત્યારે લોકો સોનામાં રોકાણ કરવા દોડી જાય છે. આઝાદી પછી, સોનાની કિંમત સતત વધતી રહી અને 1964 પછી તે ક્યારેય 1947 ના સ્તરે પહોંચી ન હતી.
આ રીતે સોનાના ભાવમાં વધારો થયો છે
1948માં સોનાની કિંમત વધીને 95.87 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. 1953માં સોનાની કિંમત 73.06 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, 1959માં સોનાની કિંમત પ્રથમ વખત 100 રૂપિયાને પાર કરી અને કિંમત 102.56 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. 1964માં સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો હતો અને તે 63.25 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો, 1967માં સોનાનો ભાવ 102.5 રૂપિયા પર પહોંચ્યો હતો, 1972માં તે પહેલીવાર 200ની સપાટી વટાવીને 202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. . 1974માં પ્રથમ વખત તે રૂ.500ના સ્તરે પહોંચ્યો હતો, 1980માં તે પ્રથમ વખત 1000ના આંકડાને સ્પર્શ્યો હતો અને રૂ.1330 પ્રતિ 10 ગ્રામ બની ગયો હતો. 1985માં સોનાની કિંમત પહેલીવાર 2000 રૂપિયાના સ્તરે પહોંચી હતી, 1996માં સોનાની કિંમત 5160 રૂપિયા થઈ ગઈ હતી.2007માં સોનાનો ભાવ 10,800 રૂપિયા હતો, 2010માં 20,000 રૂપિયા હતો, 2011માં તે 26,400 રૂપિયા પર પહોંચ્યો હતો, 2018માં સોનાનો ભાવ રૂપિયા 30,000થી વધુ હતો અને 2019માં સોનાનો ભાવ રૂપિયા 39,000ની નજીક હતો. એ જ રીતે વધીને આજે તે 50 હજારને પાર પહોંચી ગયો છે. વૈજ્ઞાનિકોના મતે હવે પૃથ્વી પર 30% કરતા પણ ઓછું સોનું બચ્યું છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં તેની કિંમત કેટલી વધશે તે અત્યારે કહી શકાય તેમ નથી.