શોધખોળ કરો

નોકરિયાતો માટે ખુશખબર: 2026 માં ભારતમાં મળશે બમ્પર ઈન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં મળશે સૌથી વધુ ઈન્ક્રીમેન્ટ

Aon ના 'સેલેરી ઈન્ક્રીઝ એન્ડ ટર્નઓવર સર્વે 2025-26' ના આંકડા પર નજર કરીએ તો, 2025 માં ભારતમાં સરેરાશ પગાર વધારો 8.9% હતો, જે 2026 માં વધીને 9.1% થવાનો અંદાજ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૦૨૬ માં ભારતમાં સરેરાશ ૯.૧% પગાર વધારાનો અંદાજ.
  • વિકસિત દેશો કરતા ભારતમાં પગાર વૃદ્ધિ વધારે રહેવાની શક્યતા.
  • જુનિયર કર્મચારીઓને સૌથી વધુ પગાર વધારો મળવાની સંભાવના.
  • ઓટોમોબાઈલ, બેન્કિંગ, કેમિકલ સેક્ટરમાં સારી વૃદ્ધિ, IT માં ઓછી.

India Salary Hike 2026: નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર છે. એક નવા સર્વે મુજબ, 2026 ના વર્ષમાં ભારતમાં સરેરાશ 9.1% નો પગાર વધારો (ઈન્ક્રીમેન્ટ) થવાની શક્યતા છે. મજાની વાત એ છે કે, પગાર વધારાની બાબતમાં ભારતે અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોને પણ ઘણા પાછળ છોડી દીધા છે. દેશમાં વધી રહેલી ડિમાન્ડના કારણે રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ અને બેન્કિંગ જેવા સેક્ટરમાં સૌથી વધુ ફાયદો જોવા મળી રહ્યો છે, જ્યારે IT સેક્ટરમાં ઈન્ક્રીમેન્ટ થોડું ઓછું રહી શકે છે. વળી, કંપનીઓ હવે જુનિયર કર્મચારીઓને સાચવવા માટે તેમને સૌથી સારો પગાર વધારો આપી રહી છે. સાથે જ, વારંવાર નોકરી બદલવાનો ટ્રેન્ડ પણ હવે ઘટી રહ્યો છે.

વિકસિત દેશો કરતા ભારતમાં કેમ છે વધુ ઈન્ક્રીમેન્ટ?

Aon ના 'સેલેરી ઈન્ક્રીઝ એન્ડ ટર્નઓવર સર્વે 2025-26' ના આંકડા પર નજર કરીએ તો, 2025 માં ભારતમાં સરેરાશ પગાર વધારો 8.9% હતો, જે 2026 માં વધીને 9.1% થવાનો અંદાજ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિકસિત દેશો ગણાતા અમેરિકા (4.3%) અને બ્રિટન (4.1%) ની સરખામણીમાં ભારતનો આ આંકડો બમણા કરતા પણ વધારે છે. એઓનના એક્સપર્ટ રૂપાંક ચૌધરીનું કહેવું છે કે, દુનિયાભરમાં અત્યારે આર્થિક અસ્થિરતાનો માહોલ છે, આમ છતાં ભારતનું સ્થાનિક અર્થતંત્ર ઘણું મજબૂત છે. આ જ કારણ છે કે અહીં કંપનીઓ પોતાના કર્મચારીઓને જાળવી રાખવા માટે દુનિયાના અન્ય મોટા દેશો કરતા સારો પગાર વધારો આપી રહી છે.

જુનિયર સ્ટાફ અને આ સેક્ટર્સની થશે લીલાલહેર

આ વર્ષે સૌથી વધુ ફાયદો જુનિયર લેવલના કર્મચારીઓને થઈ રહ્યો છે. કંપનીઓ પોતાના સારા અને યુવા કર્મચારીઓને નોકરી છોડતા અટકાવવા માંગે છે, તેથી જુનિયર સ્ટાફને સરેરાશ 9.6% જેટલો સૌથી વધુ પગાર વધારો મળી રહ્યો છે.

જો અલગ-અલગ સેક્ટરની વાત કરીએ તો:

ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ: આ સેક્ટરમાં સૌથી વધુ ઉછાળો છે, જ્યાં 2025 ના 9.8% ની સામે 2026 માં 9.9% ઈન્ક્રીમેન્ટ મળવાની ધારણા છે.

બેન્કિંગ અને ફાઇનાન્સ: આ સેક્ટરમાં પણ પગાર વધારો 2025 ના 8.4% થી વધીને 2026 માં 8.8% થવાનો અંદાજ છે.

કેમિકલ અને એન્જિનિયરિંગ: અહીં પણ ગ્રોથ સારો છે, જ્યાં 8.5% થી વધીને 8.8% સુધીનું ઈન્ક્રીમેન્ટ મળી શકે છે.

IT અને ટેક કન્સલ્ટિંગ: જોકે, આઇટી સેક્ટરમાં કામ કરતા લોકો માટે થોડા નિરાશાજનક સમાચાર છે. અહીં પગાર વધારાનો દર સૌથી ઓછો, એટલે કે લગભગ 6.8% જ રહેવાની શક્યતા છે.

Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

વારંવાર નોકરી બદલવાનો (Attrition) ટ્રેન્ડ ઘટ્યો

એક સમય હતો જ્યારે લોકો થોડા પગાર વધારા માટે ફટાફટ નોકરીઓ બદલતા હતા, પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. સર્વે બતાવે છે કે લોકોનો નોકરી છોડવાનો દર (એટ્રિશન રેટ) સતત ઘટી રહ્યો છે. 2023 માં આ દર 18.7% હતો, જે 2024 માં 17.7% અને 2025 માં ઘટીને 16.2% થઈ ગયો છે. આ દર લગભગ કોરોના (COVID-19) પહેલાના સમય જેવો જ થઈ ગયો છે.

એક્સપર્ટ્સ માને છે કે, હવે કંપનીઓ ફક્ત પગાર વધારવાને બદલે કર્મચારીની સ્કિલ, પર્ફોર્મન્સ અને તેના કરિયર ગ્રોથ પર વધુ ફોકસ કરી રહી છે. સામે પક્ષે કર્મચારીઓ પણ હવે વારંવાર કંપની બદલવાને બદલે એવી જ નોકરી પસંદ કરી રહ્યા છે જ્યાં તેમના કામની કદર થાય, કામની સ્પષ્ટતા હોય અને યોગ્ય વળતર મળે.

આવતા અઠવાડિયે બેંકમાં જવાનું છે? તો ધક્કો ન ખાવો પડે તે માટે જાણી લો બેંકની રજાઓનું લિસ્ટ

Frequently Asked Questions

2026 માં ભારતમાં સરેરાશ પગાર વધારો કેટલો થવાની શક્યતા છે?

એક નવા સર્વે મુજબ, 2026 માં ભારતમાં સરેરાશ 9.1% નો પગાર વધારો થવાની શક્યતા છે. આ વૃદ્ધિ ઘણા વિકસિત દેશો કરતા વધારે છે.

કયા ક્ષેત્રોમાં 2026 માં સૌથી વધુ પગાર વધારો જોવા મળશે?

રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ અને બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં પગાર વધારો સૌથી વધુ જોવા મળશે. ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગમાં 9.9% સુધીનો વધારો અપેક્ષિત છે.

IT સેક્ટરમાં 2026 માં પગાર વધારો કેટલો રહી શકે છે?

IT અને ટેક કન્સલ્ટિંગ સેક્ટરમાં પગાર વધારાનો દર સૌથી ઓછો રહી શકે છે. અહીં લગભગ 6.8% નો વધારો થવાની શક્યતા છે.

જુનિયર સ્ટાફને 2026 માં કેટલો પગાર વધારો મળી શકે છે?

કંપનીઓ જુનિયર કર્મચારીઓને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેથી, જુનિયર સ્ટાફને સરેરાશ 9.6% જેટલો સૌથી વધુ પગાર વધારો મળી શકે છે.

ભારતમાં નોકરી છોડવાનો (Attrition) ટ્રેન્ડ કેવો રહ્યો છે?

ભારતમાં નોકરી છોડવાનો દર સતત ઘટી રહ્યો છે. 2025 માં આ દર ઘટીને 16.2% થવાની ધારણા છે, જે કોવિડ-19 પહેલાના સમય જેવો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget