શોધખોળ કરો
Advertisement
દિલ્હીના રેલવે સ્ટેશન પર કસરત કરો અને પ્લેટફોર્મ ટિકિટ મફત મેળવો, જુઓ વીડિયો
જો કોઈ વ્યક્તિ આ મશીન પર જઈને કસરત કરે છે તો તેને મફતમાં પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવશે.
નવી દિલ્હી: જો તમારી રેલેવે પ્લેટફોર્મ ટિકિટ મફતમાં જોતી હશે તો તેના માટે થોડી કસરત કરવી પડશે. દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે એક અલગ પ્રયોગ કરવામાં આવ્યો છે. રેલવેની આ સુવિધા મુજબ આનંદ વિહાર સ્ટેશન પર એક કસરત કરવાનું મશીન મુકવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ મશીન પર જઈને કસરત કરે છે તો તેને મફતમાં પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવશે.
આનંદ વિહાર રેલવે સ્ટેશન પર એક એવુ મશિન મુકવામાં આવ્યુ છે જેની સામે 180 સેકન્ડમાં 30 દંડ-બેઠક કરનારને પ્લેટફોર્મ ટિકિટ ફ્રીમાં મળશે. આ ભારતનુ પહેલુ મશિન છે. જેને ફીટ ઈન્ડિયા દંડ બેઠક મશિન નામ આપવામાં આવ્યુ છે. મશિનની સામે બે ફૂટ સ્ટેપની પ્રિન્ટ મુકવામાં આવી છે. જેના પર ઉભા રહીને દંડ બેઠક કરવાથી મશિનના ડિસ્પ્લે પર પોઈન્ટ દેખાતા રહેશે. દરેક દંડ બેઠક માટે એક પોઈન્ટ મળશે. જો તમે 180 સેકન્ડમાં 30 પોઈન્ટ મેળવશો તો તમને મશિનમાંથી પ્લેટફોર્મ ટિકિટ મફત મળી જશે.फिटनेस के साथ बचत भी: दिल्ली के आनंद विहार रेलवे स्टेशन पर फिटनेस को प्रोत्साहित करने के लिए अनूठा प्रयोग किया गया है। यहां लगाई गई मशीन के सामने एक्सरसाइज करने पर प्लेटफार्म टिकट निशुल्क लिया जा सकता है। pic.twitter.com/RL79nKEJBp
— Piyush Goyal (@PiyushGoyal) February 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion