શોધખોળ કરો

IPO this week: આ સપ્તાહે કમાણી કરવાની સારી તક, ચાર દિવસમાં ખુલશે 4 IPO, જાણો પ્રાઈસ બેન્ડ વિશે

મેટ્રો બ્રાન્ડ્સના ઈશ્યૂમાં 10 ડિસેમ્બરથી રોકાણ કરી શકાશે.

જો તમે IPO માં રોકાણ કરો છો, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. તેની શરૂઆત 7મી ડિસેમ્બરથી થશે. આ દિવસે રેલગેઈન ટ્રાવેલનો આઈપીઓ ખુલશે. બીજા દિવસે એટલે કે 8 ડિસેમ્બરે, શ્રીરામ પ્રોપર્ટીઝનો ઇશ્યૂ પ્રાઇમરી માર્કેટમાં આવશે. MapmyIndiaનો IPO 9 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જ્યારે મેટ્રો બ્રાન્ડ્સના ઈશ્યૂમાં 10 ડિસેમ્બરથી રોકાણ કરી શકાશે.

રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસ

RateGain Travel Technologies IPO: RateGain Travel Technologiesનો IPO, વિશ્વની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ટેક્નોલોજી કંપનીઓમાંની એક છે જે મંગળવાર, 7 ડિસેમ્બરે ખુલશે. 1336 કરોડના IPOમાં 9 ડિસેમ્બર સુધી બિડિંગ થઈ શકે છે. આ IPO હેઠળ, રૂ 1 ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે 405-425 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ IPO હેઠળ રૂ. 375 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. બજાર નિષ્ણાતો માને છે કે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે. આ IPO માટે એક લોટ 35 શેરનો નક્કી કરવામાં આવ્યા છે એટલે કે પ્રાઇસ બેન્ડની ઉપરની કિંમત અનુસાર રોકાણકારોએ ઓછામાં ઓછા 14875 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

શ્રીરામ પ્રોપર્ટીઝ

Shriram Properties IPO: શ્રીરામ પ્રોપર્ટીઝે તેના રૂ. 600 કરોડના આઇપીઓ માટે રૂ. 113-118ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શ્રીરામ પ્રોપર્ટીઝના IPO માટેની અરજી 8મી ડિસેમ્બરથી શરૂ થશે અને 10મી ડિસેમ્બર 2021 સુધી ખુલ્લી રહેશે. શ્રીરામ પ્રોપર્ટીઝ અગાઉ રૂ. 550 કરોડના શેરના વેચાણ માટે ઓફર કરવાની હતી, પરંતુ પાછળથી તે ઘટાડીને રૂ. 350 કરોડ કરવામાં આવી હતી. આ રીતે IPOનું કદ પણ 800 કરોડ રૂપિયાથી ઘટીને 600 કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીએ જણાવ્યું હતું કે રૂ. 250 કરોડના નવા શેરો ઉપરાંત, IPOમાં વેચાણ માટે મૂકવામાં આવેલા રૂ. 350 કરોડના જૂના શેરનો પણ સમાવેશ થશે. જેમાં કંપનીના કર્મચારીઓ માટે 3 કરોડ રૂપિયાના શેર અનામત રાખવામાં આવશે. કર્મચારીઓને ફાઈનલ ઈશ્યુ પ્રાઈસમાંથી પ્રતિ શેર 11 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ કંપની દક્ષિણ ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં સારી હાજરી ધરાવે છે.

mapmyindia

MapmyIndia IPO: ડિજિટલ મેપિંગ કંપની MapmyIndiaએ 9 ડિસેમ્બરથી શરૂ થતા તેના IPO માટે શેર દીઠ રૂ. 1,000-1,033ની કિંમતની રેન્જ નક્કી કરી છે. કંપનીનો રૂ. 1,040 કરોડનો IPO 9 ડિસેમ્બરે ખુલશે અને 13 ડિસેમ્બરે બંધ થશે. IPOમાં, કંપની તેના પ્રમોટર્સ અને હાલના શેરધારકો પાસે માત્ર 10,063,945 શેર ઓફર કરશે. રશ્મિ વર્મા પાસે 42.51 લાખ શેર, ક્વાલકોમ એશિયા પેસિફિક પાસે 27.01 લાખ શેર અને ઝેનરિન કંપની પાસે 13.7 લાખ શેર છે. બાકીના 17.41 લાખ ઇક્વિટી શેર અન્ય શેરધારકો દ્વારા વેચવામાં આવશે. ઇશ્યૂમાં અડધા શેર યોગ્ય સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

મેટ્રો બ્રાન્ડ્સ

Metro Brands IPO: અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO 10 ડિસેમ્બરે ખુલશે. ફૂટવેર રિટેલર મેટ્રો બ્રાન્ડ્સ IPO હેઠળ રૂ. 295 કરોડના નવા શેર જારી કરશે. વધુમાં, પ્રમોટરો અને અન્ય શેરધારકો 2.14 કરોડ ઇક્વિટી શેરની વેચાણ માટે ઓફર (OFS) લાવશે. તેના પર 14 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાશે. IPO દ્વારા, કંપનીના પ્રમોટર્સ તેમના લગભગ 10 ટકા હિસ્સાનું વેચાણ કરશે. IPO પછી, કંપનીમાં પ્રમોટર અને પ્રમોટર જૂથનો હિસ્સો હાલના 85 ટકાથી ઘટીને 75 ટકા થઈ જશે. IPOની આવકનો ઉપયોગ કંપની દ્વારા 'મેટ્રો', 'કોબ્લર', 'વોકવે' અને 'ક્રોક્સ' બ્રાન્ડ હેઠળ નવા સ્ટોર્સ ખોલવા અને સામાન્ય કોર્પોરેટ બિઝનેસ માટે કરવામાં આવશે. હાલમાં કંપનીના દેશના 134 શહેરોમાં 586 સ્ટોર્સ છે. તેમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 211 સ્ટોર ખોલવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Embed widget