(Source: ECI/ABP News/ABP Majha)
IREDA IPO: 21 નવેમ્બરના રોજ ઓપન થશે સરકારી કંપની IREDA નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને અન્ય ડિટેઇલ્સ?
IREDA IPO: IREDA દેશની સૌથી મોટી ગ્રીન ફાઇનાન્સ નોન-બેન્કિંગ કંપની છે.
IREDA IPO Update: જાહેર ક્ષેત્રની રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલી ફાઇનાન્સ કંપની IREDAનો IPO આવતા અઠવાડિયે બજારમાં આવવા જઈ રહ્યો છે. IPO 21 નવેમ્બર 2023 ના રોજ ખુલશે અને રોકાણકારો 23 નવેમ્બર સુધી IPO માટે અરજી કરી શકે છે.
IREDA (ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) IPOમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 7 કરોડ શેર ઇશ્યૂ કરવા જઇ રહી છે. જેમાં 40.3 કરોડ શેર ફ્રેશ ઇશ્યૂ જાહેર કરવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 26.8 કરોડ શેર જાહેર કરવામાં આવશે. સરકાર ઓફર ફોર સેલ હેઠળ કંપનીમાં પોતાનો હિસ્સો વેચવા જઈ રહી છે. IPOની પ્રાઇસ બેન્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
IREDA ના IPOમાં કર્મચારીઓ માટે શેર અનામત રાખવામાં આવશે. જ્યારે 50 ટકા શેર સંસ્થાકીય રોકાણકારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રહેશે. કંપની તેના કેપિટલ બેઝને વધારવા અને તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે IPO મારફતે એકત્ર કરવામાં આવેલી રકમનો ખર્ચ કરશે. IREDA દેશની સૌથી મોટી ગ્રીન ફાઇનાન્સ નોન-બેન્કિંગ કંપની છે.
કંપનીના નાણાકીય પરિણામો પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કંપનીની આવક 47 ટકા વધીને 2320 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે નફો 41 ટકા વધીને 578 કરોડ રૂપિયા થયો છે.
માર્ચ 2023 માં કેન્દ્રીય કેબિનેટે IPO દ્વારા સ્ટોક એક્સચેન્જો પર ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA) ની સૂચિને મંજૂરી આપી હતી. IPO દ્વારા સરકાર તેના રોકાણની વેલ્યૂને અનલોક કરશે અને તે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ભંડોળ એકત્ર કરવામાં પણ મદદ કરશે. મે 2022માં જાહેર ક્ષેત્રની કંપની LICના IPO પછી આ IREDA પહેલી કંપની છે જેનો સરકાર IPO લાવી રહી છે.
IDBI કેપિટલ માર્કેટ્સ, BOB કેપિટલ માર્કેટ્સ અને SBI કેપિટલ IPOના લીડ રનિંગ મેનેજર છે. IPO BSE-NSE પર લિસ્ટ થશે.
આ સપ્તાહ દરમિયાન, રોકાણકારોને SME IPOમાં રોકાણ કરવાની અને નાણાં કમાવવાની તક મળવાની છે. આ એક નાની કંપની એરોહેડ સેપરેશન એન્જિનિયરિંગનો આઈપીઓ છે. Arrowhead Separation Engineering IPO 16મી નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ IPO માટે 20 નવેમ્બર સુધી બિડ કરી શકાશે.