Israel-Hamas War: એર ઈન્ડિયાનો મોટો ફેંસલો, તેલ અવીવની ફ્લાઇટ્સ ટિકિટ કેન્સલની ફી કરી માફ
Air India: ઇઝરાયેલના કેટલાક શહેરો પર હમાસ દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ પછી એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે.
Air India Decision: એર ઈન્ડિયાએ તેના મુસાફરોને રાહત આપી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં જતી અથવા ત્યાંથી ભારત આવતી ફ્લાઈટ્સ માટે ટિકિટ કેન્સલ કરવા અથવા મુસાફરીની તારીખ બદલવા માટે મુસાફરો પાસેથી ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ જાહેર માહિતી આપી છે કે તે થોડા સમય માટે તેલ અવીવ ફ્લાઈટ્સની ટિકિટ કેન્સલ કરવા માટે કોઈ ફી વસૂલશે નહીં.
એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી છે
ઇઝરાયેલના કેટલાક શહેરો પર હમાસ દ્વારા કરાયેલા હવાઈ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ પછી એર ઈન્ડિયાએ તેલ અવીવથી ભારતની ફ્લાઈટ 14 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. હવે એરલાઈને તેની ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ ફી નહીં લેવાનો નિર્ણય કરીને હવાઈ મુસાફરોને રાહત આપી છે.
એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપી
ટાટા ગ્રુપની માલિકીની એરલાઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જારી કરીને માહિતી આપી છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે તેના ગ્રાહકો કે જેમણે તેની તેલ અવીવની ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવી છે તેમની પાસેથી ટિકિટ કેન્સલ અથવા તેના સમયપત્રકમાં કોઈ ફેરફાર થવા પર કોઈ ચાર્જ વસૂલશે નહીં. એર ઈન્ડિયાએ મંગળવારે કહ્યું કે આ સુવિધા 9 ઓક્ટોબર પહેલા બુક કરાયેલી ટિકિટ પર ઉપલબ્ધ હશે, જેના પર 31 ઓક્ટોબર સુધી મુસાફરી થવાની છે.
IMPORTANT ANNOUNCEMENT:
— Air India (@airindia) October 10, 2023
Air India is offering a one-time waiver on charges for rescheduling or cancellation of confirmed tickets on flights to and from Tel Aviv. The offer is valid on tickets issued before 9th October for travel until 31st October 2023.
Customer Care Contact…
આ માટે એર ઈન્ડિયાએ કેટલાક કસ્ટમર કેર નંબર પણ જારી કર્યા છે જે નીચે આપેલા છે. આ કસ્ટમર કેર નંબરો 24x7 કાર્યરત છે.
- 0124 264 1407
- 020-26231407
- 1860 233 1407
એર ઈન્ડિયાએ કહ્યું છે કે તે ગ્રાહકો, પ્રવાસીઓ અને મુસાફરોના ફ્લાઇટ ટિકિટ સંબંધિત દરેક પ્રશ્નનો ઉકેલ આપવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ
નાગિન ફેમ એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુખનો પહાડ, ઈઝરાયેલમાં ભાણેજની સામે જ બહેન-બનેવીની હત્યા
સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, જાણો ક્યારે થશે ભૂમિપૂજન