Israel-Hamas War: નાગિન ફેમ એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુખનો પહાડ, ઈઝરાયેલમાં ભાણેજની સામે જ બહેન-બનેવીની હત્યા
મધુરા નાયકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Naagin Actress Madhura Naik: ટીવી ઈન્ડસ્ટ્રીની નાગીન ફેમ મધુરા નાયકના માથા પર દુ:ખનો પહાડ તૂટૂ પડ્યો છે. તાજેતરમાં અભિનેત્રીએ ચાહકો સાથે શેર કર્યું છે કે તેણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં તેના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
વીડિયોમાં અભિનેત્રી ઈઝરાયેલને સપોર્ટ કરી રહી છે અને પોતાના પરિવારને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી રહી છે. મધુરા નાયકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું- 'હું મધુરા નાયક છું, ભારતમાં જન્મેલી યહૂદી છું. ભારતમાં આપણામાંથી માત્ર 3000 છે. 7 ઓક્ટોબર પહેલા અમે અમારા પરિવારમાંથી એક દીકરી અને એક દીકરો ગુમાવ્યો.
View this post on Instagram
મધુરા નાયકે કહ્યું - મારી બહેન ઓદયા અને તેના પતિની હત્યા કરવામાં આવી, તે પણ તેમના બે બાળકોની સામે... આ સમયે મારો પરિવાર જે પીડા અને વેદનાનો સામનો કરી રહ્યો છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આજે ઇઝરાયેલ પીડામાં છે, બાળકો, મહિલાઓ અને વૃદ્ધો હમાસની આગમાં સળગી રહ્યાં છે.
મધુરાએ વધુમાં કહ્યું કે, 'મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને નબળાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગઈ કાલે મેં મારી બહેન અને તેના પતિ તથા બાળકોની તસવીર શેર કરી હતી, જેથી દુનિયા આપણું દર્દ જોઈ શકે અને પેલેસ્ટિનિયનો કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે તે જોઈને હું ચોંકી ગઈ. હું કહેવા માંગુ છું કે પેલેસ્ટાઈન તરફી આ પ્રચાર ઈઝરાયેલના લોકોને હત્યારા તરીકે બતાવવા માંગે છે. આ યોગ્ય નથી. 'પોતાનો બચાવ કરવો એ આતંક નથી'.
View this post on Instagram