Jio Financial Services Listing: જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસનું BSE પર થયું લિસ્ટિંગ, જાણો કેટલા રૂપિયા છે પ્રતિ શેર ભાવ?
Jio Financial Services Listing: જીએમપી મુજબ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસને લિસ્ટિંગ મળ્યું નથી
Jio Financial Services Listing: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થઇને અલગ થયેલી જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડને આજે સપાટ લિસ્ટિંગ થયું છે. Jio Financial Services Limited ના શેર્સ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર શેર દીઠ 265 રૂપિયા અને NSE પર 262 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયા હતા.
#WATCH | Shares of Jio Financial Services (JFSL) listed on Bombay Stock Exchange pic.twitter.com/kkjrhzqjGP
— ANI (@ANI) August 21, 2023
પ્રી-ઓપનિંગમાં કેટલા રૂપિયામાં સેટલ થયા જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર્સ
પ્રી-ઓપનિંગમાં JSFLનો શેર BSE પર 265 રૂપિયા પ્રતિ શેર પર સેટલ થયો છે. જ્યારે પ્રી-ઓપનિંગમાં NSE પર JSFLનો શેર શેર દીઠ 262 રૂપિયા પર પર સ્થિર થયો છે.
જીએમપી મુજબ જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડને લિસ્ટિંગ મળ્યું નથી
ડિમર્જર પછીજિયો ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેરની કિંમત, જે 20 જુલાઈના રોજ સ્પેશ્યલ સેશનમાં શેર દીઠ 261.85 રૂપિયા હતી, આજે જેએસએફએલના શેર સમાન ભાવની નજીક લિસ્ટિંગ થયા હતા. આજે રોકાણકારો જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરના લિસ્ટિંગ માટે મોટા પ્રીમિયમની અપેક્ષા રાખતા હતા પરંતુ GMP અનુસાર, તેના શેરમાં વધુ ફાયદો થયો નથી.
જેએસએફએલના શેરમાં પ્રારંભિક સમયમાં 5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે તે નીચલા સર્કિટ પર આવ્યો છે. NSE પર JIO FIN નો રેટ 249.05 રૂપિયા પ્રતિ શેર પર છે અને તેમાં 12.95 રૂપિયા અથવા 4.94 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય BSE પર JIO FIN નો દર 251.75 રૂપિયા છે અને તેમાં 13.25 રૂપિયા અથવા 5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
20 જુલાઈના રોજ, ડી-મર્જરની રેકોર્ડ તારીખે, Jio ફાયનાન્સિયલ સર્વિસિસનું બજાર મૂલ્ય આશરે $21 બિલિયન હતું. આ મૂલ્યાંકન Jio ફાયનાન્સિયલ સર્વિસના શેરની કિંમત રૂ. 261.85ના આધારે કરવામાં આવ્યું છે. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના લિસ્ટિંગ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ફાઇનાન્શિયલ સર્વિસ યુનિટ વિના શેરબજારમાં ટ્રેડ કરશે.
આ કિંમતે JFSLની માર્કેટ કેપ આશરે 1.68 લાખ કરોડ રૂપિયા છે. આ રીતે તે દેશની 33મી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઈ લાઈફ અને ઈન્ડસઈન્ડ બેંક કરતા વધારે છે. તેમજ તે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ પછી દેશની ત્રીજી સૌથી મોટી NBFC બની છે.