શોધખોળ કરો
Advertisement
Jio યુઝર્સ માટે ખરાબ સમાચાર! 149 રૂપિયાવાળા પ્લાનમાં શું કર્યો મોટો ફેરફાર, જાણો વિગત
Jioએ 149 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને પહેલાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવતી હતી જોકે હવે માત્ર 24 દિવસ કરી દેવામાં આવી છે.
મુંબઈ: રિલાયન્સ જિયોએ પોતાના 149 રૂપિયાના પ્રિપેઈડ પ્લાનમાં મોટો ફેરબદલ કર્યો છે. જિયોનો આ પ્રિપેઈડ પ્લાન યુઝર્સમાં બહુ જ લોકપ્રિય હતો. જિયોએ હવે 149 વાળા પ્લાનને ઓલ ઈન વન રિચાર્જમાં બદલી નાખ્યો છે. એટલે કે, આ પ્લાન 222, 333, 444 અને 555 રૂપિયાવાળા પ્લાનની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. બદલાવ હેઠળ 149 રિચાર્જનાં પ્લાનની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે.
Jioએ 149 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને પહેલાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવતી હતી જોકે હવે માત્ર 24 દિવસ કરી દેવામાં આવી છે. સારી વાત એ છે કે, આ પ્રિપેઈડ પ્લાનમાં 200 મીનિટ નોન Jio વોઈસ કોલિંગ મીનિટ મળશે. આ પ્લાનમાં Jioએ ડેટા બેનિફિટમાં કોઈ બદલાવ કર્યો નથી પરંતુ પ્લાનની વેલિડિટી ઘટવાને કારણે હવે યુઝર્સને પહેલાં કરતાં ડેટા બેનિફિટ ઓછો મળશે.
ડેઈલી 1.5 જીબી ડેટાના હિસાબે આ પ્લાનમાં પહેલાં 42 જીબી ડેટા મળતો હતો જોકે હવે ઘટીને 36 જીબી થઈ ગયો છે. આ પ્લાનમાં અનલિમિટેડ જિયો-ટુ-જિયો વોઈસ કોલિંગ, 300 મીનિટ નોન જિયો મીનિટ, દરરોજનાં 100 SMS અને ડેઈલી 1.5 જીબી ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 24 દિવસની હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement