Keystone Realtors IPO: કીસ્ટોન રિયલ્ટર્સનું ફિક્કું રહ્યું લિસ્ટિંગ, સ્ટોક 3% ના નજીવા વધારા સાથે 555 રૂપિયા પર લિસ્ટ થયો
આ IPO દ્વારા કંપની એકત્ર કરાયેલા ભંડોળ દ્વારા લોનની ચુકવણી કરશે. ભવિષ્યમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પણ હસ્તગત કરશે. કીસ્ટોન રિયલ્ટર એ માઇક્રો માર્કેટમાં એક રિયલ એસ્ટેટ જાયન્ટ છે.
Keystone Realtors IPO Listing: રિયલ એસ્ટેટ કંપની કીસ્ટોન રિયલ્ટર્સનો IPO (Keystone Realtors IPO) આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. કંપની રૂ. 555માં લિસ્ટેડ થઈ છે, જે ઈશ્યૂ કિંમત કરતાં માત્ર 3% વધુ છે. કંપનીએ IPOમાં રૂ.541ના ભાવે નાણાં એકત્ર કર્યા હતા. લિસ્ટિંગ બાદ સ્ટોક પણ રૂ. 569.95 પર પહોંચી ગયો છે. હાલમાં, શેર 3.74 ટકાના વધારા સાથે રૂ. 561 પર ટ્રેડ કરી રહ્યો છે.
કીસ્ટોન રિયલ્ટર્સના આઈપીઓ (Keystone Realtors IPO) ને હળવો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ IPO દ્વારા રૂ. 635 કરોડ એકત્ર કર્યા છે. IPO માત્ર 2.01 વખત સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 3.84 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 3.03 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારો IPOથી દૂર રહ્યા હતા અને આ કેટેગરી માત્ર 53 ટકા એટલે કે 0.53 વખત ભરાયો હતો.
આ IPO દ્વારા કંપની એકત્ર કરાયેલા ભંડોળ દ્વારા લોનની ચુકવણી કરશે. ભવિષ્યમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પણ હસ્તગત કરશે. કીસ્ટોન રિયલ્ટર એ માઇક્રો માર્કેટમાં એક રિયલ એસ્ટેટ જાયન્ટ છે. કંપનીએ 20.2 મિલિયન ચોરસ ફૂટનું ઊંચું મૂલ્ય અને સસ્તું હાઉસિંગ બિલ્ડીંગ, પ્રીમિયમ ગેટેડ એસ્ટેટ, ટાઉનશીપ વિકસાવી છે. 30 જૂન, 2022 સુધી કંપનીએ કુલ 32 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 12 ચાલુ પ્રોજેક્ટ્સ અને 21 આગામી પ્રોજેક્ટ્સ છે.
ICICI સિક્યોરિટીઝ અને આનંદ રાઠી જેવા બ્રોકરેજ હાઉસ કીસ્ટોન રિયલ્ટર્સના શેરમાં તેજીનું વલણ ધરાવે છે.
કંપનીનો મજબૂત નાણાકીય ટ્રેક રેકોર્ડ
કીસ્ટોન રિયલ્ટર્સ મજબૂત નાણાકીય ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને કંપનીએ છેલ્લા 3 વર્ષથી સતત નફો મેળવ્યો છે. આ દરમિયાન વાર્ષિક આવકમાં પણ 2 ટકાના દરે વધારો થયો છે. કંપનીએ કર અને અન્ય જવાબદારીઓ પછી 15 ટકાનો ચોખ્ખો નફો મેળવ્યો છે અને આ વર્ષે ઓપરેટિંગ નફો પણ વધીને 14.1 ટકા થયો છે. જૂન, 2022 સુધીમાં, કંપનીએ લગભગ 32 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને 12 પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જ્યારે 21 નવા પ્રોજેક્ટ્સ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. કંપનીના ગ્રોથની અસર તેના શેર પર પણ જોવા મળશે.