શોધખોળ કરો
Advertisement
સ્પેસએક્સના સ્થાપક એલન મસ્ક કોણ છે ? જાણો વિગતે
મસ્કે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે જાણીતી કંપની ટેસ્લા મોટર્સના સંસ્થાપક પણ છે.
વોશિંગ્ટનઃ એલન મસ્કની સ્પેસ એક્સ કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચાડવાની સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચ્યો હતો. એલન મસ્કની સ્પેસ એક્સ સમાનવ યાનને અવકાશમાં મોકલનારી વિશ્વની પ્રથમ કંપની બની ગઈ છે.
1971માં દક્ષિણ આફ્રિકામાં જન્મેલા એલન મસ્ક દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા એમ ત્રણ દેશોની નાગરિકતા ધરાવે છે. તેમના માતા મોડલ હતા અને પિતા એન્જિનિયર હતા. માતા-પિતાના ત્રણ સંતાનોમાંથી સૌથી મોટા એલન મસ્કરને નાનપણથી જ પુસ્તકો અને કમ્પ્યુટરનો શોખ હતો. USA ટુડેના રિપોર્ટ પ્રમાણે, સ્કૂલના અભ્યાસ બાદ 1995માં પીએચડી કરવા અમેરિકાની સિલિકોન વેલી આવ્યા.
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એપ્લાઇડ ફિઝિક્સમાં એડમિશન લીધું પરંતુ બે દિવસમાં કોસ છોડીને નાના ભાઈ પાસે કેલિફોર્નિયા આવી ગયા. બંને ભાઈએ ઝિપર નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. ધીમે ધીમે કંપનીમાં રોકાણકરાો મળતા ગયા અને 1999માં 30 લાખ ડોલરમાં કમ્પ્યૂટર કંપની કોમ્પેકને વેચી દીધી. જે બાદ તેણે એક્સ.કોમ નામની ઓનલાઈન ફાઈનાન્સ કંપની ખોલી. જેનું પાછળથી નામ બદલીને પેપલ કરી દેવાયું. પેપલે બીજા જ વર્ષે સીઈઓ પદેથી તેમની હકાલપટ્ટી કરી.
મસ્કે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે જાણીતી કંપની ટેસ્લા મોટર્સના સંસ્થાપક પણ છે. તેમણે 2003માં કંપનીની સ્થાપના કરી હતી.
વિશ્વના સૌથી આધુનિક રોકેટ અને સ્પેસક્રાઇટની ડિઝાઇન, ઉત્પાદન અને લોંચિંગના હેતુથી મસ્કે આજથી 18 વર્ષ પહેલા 2002માં સ્પેસ એક્સ નામની કંપની સ્થાપી હતી. એક અંદાજ પ્રમાણે સ્પેસ એક્સનું આજનું મૂલ્ય 33.3 અબજ ડોલર છે. માર્ચ 2018 સુધીમાં સ્પેસએક્સ કંપનીએ આશરે 100 જેટલા ઉપગ્રહોને અવકાશી ભ્રમણકક્ષામાં તરતા મુકવાના કોન્ટ્રાક્ટ મળ્યા હતા. જેમાંથી કંપનીને 12 અબજ ડોલરની આવક થઈ હતી. સ્પેસ એક્સને માત્ર ખાનગી ઔદ્યોગિક કંપનીઓ જ નગીં પરંતુ અમેરિકન સરકારની અવકાશ સંશોધન સંસ્થા NASA પણ ઓર્ડર આપે છે.
મસ્ક જ્યારે જાણીતા નહોતા થયા ત્યારે તેણે બે-ત્રણ વખતે એપ્ટિટ્યૂટ ટેસ્ટ કરાવ્યો હતો. જેના આધારે તેમનો આઈક્યૂ લેવલ 155 આવ્યો હતો. મસ્ક અઠવાડિયામાં 80 કલાક કામ કરે છે અને બીજા પાસેથી પણ આવી આશા રાખે છે. મસ્કનું સ્વપ્ન મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાનું છે. આ માટે તેમણે એક યોજના પણ બનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
Advertisement