SBI News: SBI ડેબિટ કાર્ડનો પિન ગણતરીની મિનિટમાં ઘરે બેઠા આ રીતે બનાવો, ફોલો કરો આ સરળ સ્ટેપ
આ સુવિધા દ્વારા તમે ઘરે બેઠા તમારા ડેબિટ કાર્ડનો પિન જનરેટ કરી શકો છો. હવે તમારે આ કામ માટે SBI બ્રાન્ચના ચક્કર નહીં લગાવવા પડશે.
SBI News: દેશમાં આજકાલ ડિજીટલાઇઝેશન પર ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બેંકિંગ સિસ્ટમને સંપૂર્ણ રીતે ડિજીટલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનાથી લોકોનો સમય બચે છે અને કામ પણ સરળ બને છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન ડેબિટ કાર્ડ પિન બનાવવાની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા દ્વારા તમે ઘરે બેઠા તમારા ડેબિટ કાર્ડનો પિન જનરેટ કરી શકો છો. હવે તમારે આ કામ માટે SBI બ્રાન્ચના ચક્કર નહીં લગાવવા પડશે.
બેંકે ટ્વિટ કરીને માહિતી આપી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને માહિતી આપી છે. બેંકે કહ્યું, 'તમે IVR દ્વારા તમારા ડેબિટ કાર્ડનો પિન અથવા ટોલ ફ્રી નંબર સરળતાથી જનરેટ કરી શકો છો. જો તમને પિન જનરેટ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે ટોલ ફ્રી નંબર 1800 1234 પર કૉલ કરીને માહિતી મેળવી શકો છો. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારી પાસે બેંક એકાઉન્ટ નંબર હોવો આવશ્યક છે.
Here are the easy steps to generate your Debit Card PIN or Green PIN via our toll-free IVR system.
— State Bank of India (@TheOfficialSBI) March 31, 2022
Don't hesitate to call 1800 1234.#SBI #StateBankOfIndia #SBIAapkeSaath #IVR #DebitCard #AzadiKaAmritMahotsavWithSBI #AmritMahotsav pic.twitter.com/ejtc5xF5QG
આ રીતે ઘરે બેઠા SBI ડેબિટ કાર્ડ પિન કરો જનરેટ
- જો તમે SBI ડેબિટ કાર્ડ દ્વારા પિન જનરેટ કરવા માંગો છો, તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 1800 1234 પર કૉલ કરો.
- આ પછી તમને અહીં IVR વિકલ્પ બતાવવામાં આવશે.
- ATM અથવા ડેબિટ કાર્ડનો PIN જનરેટ કરવા માટે બે વિકલ્પો આપવામાં આવશે.
- 1 નંબર દાખલ કરવા પર PIN જનરેટ થશે.
- તમે જે કાર્ડ માટે પિન જનરેટ કરવા માંગો છો તે કાર્ડના છેલ્લા ચાર આંકડા દાખલ કરો.
- કાર્ડ નંબરની પુષ્ટિ કરવા માટે 1 દબાવો.
- તમારી જન્મ તારીખની પુષ્ટિ કરો. આ પછી બેંકમાંથી પિન નંબર મળશે.
- બેંકનો પિન મેસેજ 24 કલાકમાં પ્રાપ્ત થશે.
- 24 કલાક પછી તમે કોઈપણ નજીકના SBI ATM પર જઈને PIN બદલી શકો છો.