શોધખોળ કરો

Cryptocurrency માં છેલ્લા એક અઠવાડિયાથી કેમ બોલી રહ્યો છે કડાકો ?

Cryptocurrency: બધી કરન્સીનું બજાર મુલ્ય 3.1 લાખ કરોડ અમેરિકન ડોલર હતું જે ઘટીને 1.9 ટ્રીલીયન ડોલર થઇ ગયું છે. ભારતીય ચલણમાં રૂ.90 લાખ કરોડની રકમ થાય.

Cryptocurrency: ક્રિપ્ટોકરન્સી 24 કલાક ચાલતું બજાર છે અને તેમાં આજે ટોચની 100 કરન્સીમાંથી માત્ર એકના ભાવમાં જ આંશિક વૃદ્ધિ જોવા મળેલી છે બાકી 99ના ભાવ ઘટેલા છે. વર્તમાન વેચવાલી, જોકે આજે જ ચાલુ થઇ નથી. મોટાભાગના ચલણોમાં સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ટોચની 100 ક્રિપ્ટોકરન્સીમાંથી 94ના ભાવ છેલ્લા સાત દિવસમાં ઘટેલા જોવા મળી રહ્યા છે.

નવેમ્બર મહિનામાં જયારે દરેક ક્રીપ્ટોકરન્સીમાં તેજી હતી, સતત ખરીદી જોવા મળી રહી હતી એવી આશા હતી કે બીટકોઇનના ભાવ એક લાખ ડોલરને પાર કરશે ત્યારે બધી કરન્સી મળીને તેનું બજાર મુલ્ય 3.1 લાખ કરોડ અમેરિકન ડોલર હતું જે આજે ઘટીને 1.9 ટ્રીલીયન ડોલર થઇ ગયું છે એટલે કે  ભારતીય ચલણમાં રૂ.90 લાખ કરોડની રકમ થાય.

કઈ ક્રિપ્ટોમાં કેટલો કડાકો

બિટકોઈનનો ઓલટાઈમ ભાવ 68,925 હતો તે 48.4 ટકા ઘટીને 35,549 થઈ ગયો છે. જ્યારે એથરનો ભાવ 4864થી 50.2 ટકા ઘટીને 2422, સેન્ડબોક્સનો ભાવ 8441થી 65 ટકા ઘટીને 2952 અને ગાલાનો ભાવ 0.8369થી 78.7 ટકા ઘટીને 0.178 થયો છે.

વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે અને તેના કારણે ક્રીપ્ટોચલણના મુલ્યમાં એક લાખ કરોડ ડોલર કે રૂપિયા 90 લાખ કરોડ સાફ થઇ ગયા છે. 10 ટકાના ઘટાડા પછી વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત બીટકોઈનનો ભાવ અત્યારે 35000 ડોલરની નીચે સરકી ગયા બાદ 35,549ની સપાટી ઉપર છે. નવેમ્બર 2021માં 68,925 ડોલરની સર્વાધિક સપાટી સામે આજે ભાવ 48.4 ટકા જેટલો ઘટી ગયો છે. આજના ભાવ છેલ્લે જુલાઈ 2021માં જોવા મળ્યા હતા. એકલા બીટકોઈનમાં નવેમ્બરની સરખામણીએ ભાવ ઘટી જતા રોકાણકારોના 600 અબજ ડોલર  સાફ થઇ ગયા છે.

 ઘટાડામાંથી કોઈ બાકાત નથી. કઈ કંપની ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યું છે કે કઈ હસતી રોકાણ કરી રહી છે તેના ઉપર કોઈ નજર નથી. દરેકમાં રોકાણકારો નફો બાંધી રહ્યા છે અથવા તો ખોટ ઘરભેગી કરી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક લોકોમાંથી એક એવા ઈલોન મસ્ક જે ક્રીપ્ટોકરન્સીમાં સતત રોકાણ કરી રહ્યા હતા તે ડોજકોઈનના ભાવ પણ નવેમ્બર મહિનાની ઉંચી સપાટીથી અત્યારે 82.3 ટકા ઘટી ગયા છે એટલે કે હવે કુલ રોકાણનો પાંચમો ભાગ પણ બચ્યો નથી.

પ્રવાહિતા ઘટે એની સાથે જોખમ લેવાની વૃત્તિમાં ઊંચા વ્યાજે ઘટાડો જોવા મળે છે એટલે રોકાણકારો સતત તેમાં વેચાણ કરી નફો બાંધી નીકળી રહ્યા છે. ક્રીપ્ટોકરન્સીને બજારમાં મોટા કોઇપણ અર્થતંત્ર દ્વારા માન્યતા આપવામાં આવી નહી હોવાથી તેનો ચલણ તરીકે સ્વીકાર થતો નહી હોવાથી તેમાં હમેશા ભાવમાં મોટી વધઘટ જોવા મળે છે.ક્રીપ્ટોકરન્સીના માઈનીંગ, વેચાણ અને સંગ્રહ ઉપર ગુરૂવારે જ રશિયાએ પ્રતિબંધ મૂક્યો છે. ચીને પણ આવો પ્રતિબંધ જાહેર કર્યો છે. ભારત જેવા દેશ ક્રીપ્ટોકરન્સીના કારણે દેશની નાણાકીય સ્થિરતા ઉપર જોખમ વધી શકે એવું માને છે એટલે જ તેના ઉપર નિયંત્રણ અને નિયમો માટેસરકાર વિચારી રહી છે.

Cryptocurrency માં છેલ્લા એક અઠવાડિયાથી કેમ બોલી રહ્યો છે કડાકો ?

ટોપ સ્ટોરી

હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now
હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now
સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 
સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Embed widget