શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
મોદી સરકારે શરૂ કર્યું સસ્તા ACનું વેચાણ, કિંમત જાણીને આંચકો લાગશે
એનર્જી ઈફિસિઅન્સી સર્વિસિઝ લિમિટેડ (EESL)એ ફેબ્રુઆરી 2019માં સામાન્ય નાગરિકો માટે ઉચ્ચ ક્વોલિટીના એર કંડિશનિંગ કાર્યક્રમની શરૂઆત કરી હતી
નવી દિલ્હીઃ જો તમે AC ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક છે. સરકારી કંપની એનર્જી એફિસિએન્સી સર્વિસીસ લિમિટેડ (ઈઈએસએલ)એ ACનું વેચાણ શરૂ કર્યું છે. આ ACની કિંમત અન્ય કંપનીઓ કરતાં ઘણી ઓછી હોવાનું કહેવાય છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ એનર્જી ઈફિસિઅન્સી સર્વિસિઝ લિમિટેડ (EESL)એ ફેબ્રુઆરી 2019માં સામાન્ય નાગરિકો માટે ઉચ્ચ ક્વોલિટીના એર કંડિશનિંગ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સસ્તા AC લોકો સુધી પહોંચાડવાનો તેમનો હેતૂ હતો.
EESLના એમડી સૌરભ કુમારે કહ્યું કે પહેલા તબક્કામાં દિલ્હીમાં બીએસઈએસ રાજધાની પાવર લિમિટેડ (BRPL), બીએસઈએસ યમુના પાવર લિમિટેડ (BYPL) અને ટાટા દિલ્હી ડિસ્ટ્રીબ્યૂશન લિમિટેડ (ટાટા પાવર-DDL)ના ગ્રાહકો માટે 50,000 AC ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે આ AC ‘વહેલા તે પહેલા’ના ધોરણે મળશે. સૌરભ કુમાર મુજબ દેશના અન્ય રાજ્યોના ગ્રાહકો માટે પણ ઓર્ડર બુક કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સીની રિપોર્ટ મુજબ ગ્રાહકો આ AC ખરીદવા માટે EESLની વેબસાઈટ https://eeslmart.in/દ્વારા પોતાનો ઓર્ડર બુક કરાવી શકે છે. કંપનીએ 1.5 ટનના 5.4 સ્ટાર રેટિંગ ધરાવતા ACની કિંમત 41,300 રૂપિયા રાખી છે. આ AC પર તમને 1 વર્ષની વોરંટી અને કમ્પ્રેસર પર 5 વર્ષની મેન્યુફેક્ચર વોરંટી મળશે. ACના સપ્લાયની જવાબદારી Voltasને આપવામાં આવી છે. સૌરભ કુમાર મુજબ બજારમાં આ જ ફીચર સાથે મળતા એસીની કિંમત 50,000 રૂપિયા સુધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion