શોધખોળ કરો

મોંઘવારીનો મોટો ઝાટકો ! LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલી છે કિંમત

હવે 14.2 કિલો નોન-સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર દિલ્હી-મુંબઈમાં 884.5 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા અને ચેન્નઈમાં 900.5 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

LPG Cylinder Price Hike: નવા મહિનાની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઈ છે. એલપીજી સિલિન્ડર વધુ મોંઘુ થયું છે. આજે 1 સપ્ટેમ્બરથી સબસિડી વગરના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 જુલાઈએ એલપીજીની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

હવે 14.2 કિલો નોન-સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર દિલ્હી-મુંબઈમાં 884.5 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા અને ચેન્નઈમાં 900.5 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. અગાઉ સિલિન્ડર અનુક્રમે 859.5 રૂપિયા, 886 રૂપિયા અને 875 રૂપિયામાં વેચાતું હતું. ઘરેલું એલપીજી સિલિન્ડર જ નહીં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘુ થયું છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1618 રૂપિયાને બદલે 1693 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.

આ વર્ષે ઘરેલું સિલિન્ડર 190 રૂપિયા મોંઘુ થયું છે

1 જાન્યુઆરીથી આજ સુધીના આ આઠ મહિનામાં સિલિન્ડરના ભાવમાં 190 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે હવે વધીને 884.5 રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2021માં સિલિન્ડરની કિંમત ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા થઈ ગઈ. આ પછી સિલિન્ડરની કિંમત 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા, 25 ફેબ્રુઆરીએ 794 રૂપિયા, 1 માર્ચે 819 રૂપિયા, 1 એપ્રિલના રોજ 809 રૂપિયા, 1 જુલાઈએ 834.5 રૂપિયા, 18 ઓગસ્ટના રોજ 859.5 રૂપિયા હતી.

નોંધનીય છે કે, તેલ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે અને તે પછી ભાવ વધારવા કે ઘટાડવા અંગે નિર્ણય લે છે. દરેક રાજ્યમાં ટેક્સ અલગ છે, જેના કારણે તેની કિંમતોમાં થોડો ઉપર-નીચે છે. હાલમાં, કેન્દ્ર સરકાર ગ્રાહકોને એક વર્ષમાં 12 ઘરેલુ સિલિન્ડર પર સબસિડી આપે છે. જો કોઈ ગ્રાહક આના કરતા વધારે સિલિન્ડર વાપરે છે, તો તેણે તેને બજાર ભાવે ખરીદવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર

Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા

Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics । કુંવરજી બાવળીયા બનશે ડેપ્યુટી સીએમ ?, મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોતIndia Rain | Uttarakhand Flood | જળપ્રલય | છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત | ABP AsmitaSurat Crime | સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ નરાધમ શિક્ષકે ગુજાર્યું દુષ્કર્મ, થયો જેલ ભેગો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
Gujarat Politics: શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Heavy Rain: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ નબળી પડી, પ્રથમ રાઉન્ડમાં અહીં પડ્યો સૌથી વધુ વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: આગામી પાંચ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
PM Modi Russia Visit: રશિયા જવા રવાના થયા વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિને લઇને શું કહ્યુ?

Crime: જુનાગઢમાં સરકારી અનાજની હેરાફેરી, દરોડા દરમિયાન 10 લાખનો ઘઉં-ચોખાનો જથ્થો પકડાયો

Dang Accident: ડાંગમાં દૂર્ઘટના, સાપુતારામાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, બેના મોત-22 લોકો ઘાયલ

Heart Attack: મિત્રો સાથે ટ્રેકિંગમાં ગયેલા યુવકને અચાનક છાતીમાં દુખાવો થયો, હાર્ટ એટેકથી મોત

Embed widget