શોધખોળ કરો

મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય: LPG ને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી ખાતરી; વિદેશથી આવતા ગેસ પર નિર્ભરતા ઘટાડવા અને ઘરોમાં સપ્લાય જાળવી રાખવા તેલ રિફાઇનરીઓને અપાયો આદેશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નાણામંત્રીએ ખાતરી આપી, રસોઈ ગેસ પુરવઠો જાળવી રખાશે.
  • મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે LPG ઉત્પાદન ૨૫% વધારવાનો નિર્ણય.
  • સ્થાનિક તેલ રિફાઇનરીઓ દ્વારા LPG ઉત્પાદન વધારવાનો આદેશ.
  • આયાતી ગેસ પર નિર્ભરતા ઘટાડવા, સ્થાનિક ઉત્પાદન પર ભાર.

ખાડી દેશો (મિડલ ઈસ્ટ) માં અત્યારે જે રીતે યુદ્ધનો માહોલ છે, તેને જોતા ભારતમાં રસોઈ ગેસ (LPG) ની અછત સર્જાવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે. મંગળવારે (17 માર્ચ, 2026) નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોઈપણ ઘરનો ચૂલો ગેસ વગર બંધ નહીં રહે. સરકારે રસોઈ ગેસનો અવિરત પુરવઠો જાળવી રાખવા માટે દેશની અંદર જ LPG નું ઉત્પાદન 25 ટકા જેટલું વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિદેશથી આવતા ગેસની સપ્લાય ચેન ખોરવાઈ હોવા છતાં, ભારત પોતાની જરૂરિયાત પહોંચી વળવા માટે હવે અન્ય હાઇડ્રોકાર્બનમાંથી પણ સીધો LPG બનાવીને લોકોના ઘરો સુધી પહોંચાડશે.

મિડલ ઈસ્ટની કટોકટી અને ભારતનું ટેન્શન

રાજ્યસભામાં વિનિયોગ બિલ પર ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ સ્વીકાર્યું કે મિડલ ઈસ્ટની કટોકટીએ ભારત માટે એક નવો પડકાર ઊભો કર્યો છે. હકીકતમાં, ભારત પોતાની ગેસની કુલ જરૂરિયાતનો લગભગ 65 ટકા હિસ્સો વિદેશથી આયાત કરે છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ આયાત થતા ગેસમાંથી પણ 90 ટકા ગેસ 'હોર્મુઝ સ્ટ્રેટ' (જે અત્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તાર છે) ના રસ્તેથી જ ભારતમાં આવે છે. આ કારણે જ બજારમાં એવી અટકળો હતી કે ગેસ આવશે કે નહીં? પરંતુ નાણામંત્રીએ ખાતરી આપી છે કે કટોકટી વચ્ચે પણ ગેસનો સપ્લાય કોઈ પણ ભોગે જાળવી રખાશે.

25% ઉત્પાદન વધશે, દેશ બનશે આત્મનિર્ભર

દેશને આ સંકટમાંથી ઉગારવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને આગળ વધારવા સરકારે આગોતરું આયોજન કરી લીધું હતું. ગઈ 8 માર્ચ, 2026 ના રોજ જ કેન્દ્ર સરકારે દેશની તમામ તેલ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ કંપનીઓને LPG નું ઉત્પાદન વધારવાનો આદેશ આપી દીધો હતો.

નિર્મલા સીતારમણે ગૃહમાં જણાવ્યું કે, "અમે સ્થાનિક સ્તરે ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છીએ. આપણા જ દેશમાં LPG નું ઉત્પાદન લગભગ 25 ટકા જેટલું વધારવામાં આવી રહ્યું છે, અને આ વધારાનો પૂરેપૂરો ગેસ સીધો સ્થાનિક ગ્રાહકોને જ આપવામાં આવશે."

કેવી રીતે પૂરી થશે આ જરૂરિયાત?

ઘરોમાં ગૃહિણીઓને રસોઈ બનાવવામાં કોઈ જ અગવડ ન પડે તે માટે સરકાર એકદમ એલર્ટ છે. સરકારે જહાજો મારફતે આવતા ગેસના સતત પ્રવાહ પર તો ધ્યાન કેન્દ્રિત કર્યું જ છે, પરંતુ સાથે જ એક નવો કીમિયો પણ અપનાવ્યો છે. સરકારે દેશની અંદર જ અન્ય હાઇડ્રોકાર્બનમાંથી LPG બનાવવા તરફ દિશા બદલી છે. આનાથી આપણી સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર થયો છે. પરિણામે, સ્થાનિક પુરવઠો પૂરતો જળવાઈ રહેશે અને ગેસ સપ્લાયમાં કોઈ જ અછત જોવા મળશે નહીં.

Frequently Asked Questions

શું ખાડી દેશોમાં યુદ્ધને કારણે ભારતમાં LPG ની અછત સર્જાશે?

ના, નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાતરી આપી છે કે દેશમાં LPG નો પુરવઠો જાળવી રાખવામાં આવશે અને કોઈ પણ ઘરનો ચૂલો ગેસ વગર બંધ નહીં રહે.

LPG નો પુરવઠો જાળવી રાખવા માટે સરકાર શું કરી રહી છે?

સરકારે દેશમાં LPG નું ઉત્પાદન 25% જેટલું વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ વધારાનો ગેસ સ્થાનિક ગ્રાહકોને જ આપવામાં આવશે.

ભારત કેટલો LPG આયાત કરે છે અને કયા માર્ગે?

ભારત પોતાની ગેસની કુલ જરૂરિયાતનો લગભગ 65% હિસ્સો વિદેશથી આયાત કરે છે, જેમાંથી 90% ગેસ 'હોર્મુઝ સ્ટ્રેટ' મારફતે આવે છે.

સ્થાનિક ઉત્પાદન વધારવા માટે તેલ રિફાઇનરીઓને શું સૂચના આપવામાં આવી છે?

8 માર્ચ, 2026 ના રોજ કેન્દ્ર સરકારે દેશની તમામ તેલ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ કંપનીઓને LPG નું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે.

LPG ની જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર કયો નવો કીમિયો અપનાવી રહી છે?

સરકાર દેશની અંદર જ અન્ય હાઇડ્રોકાર્બનમાંથી LPG બનાવીને સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે, જેથી ગેસ સપ્લાયમાં કોઈ અછત ન રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget