LPG Price Hike: મે મહિનાની મોંઘેરી શરૂઆત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો
LPG Price Hike: 19 કિલોના કમર્શિયલ ગેસની કિંમત 2253થી વધીને 2355.50 થઈ ગઈ છે. જ્યારે 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 655 થઈ છે.
![LPG Price Hike: મે મહિનાની મોંઘેરી શરૂઆત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો LPG Price Hike: The price of a 19kg commercial LPG cylinder has been hiked to 2355 50 LPG Price Hike: મે મહિનાની મોંઘેરી શરૂઆત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો તોતિંગ વધારો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/01/86dd179fb19503b727866d94db6888ab_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
LPG Price Hike: મે મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને વધુ એક ફટકો લાગ્યો છે. કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના કમર્શિયલ ગેસની કિંમત 2253થી વધીને 2355.50 થઈ ગઈ છે. જ્યારે 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 655 થઈ છે.઼
કેટલો થયો વધારો
ઈંધણ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલા 1 એપ્રિલે એલીપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. . ગત મહિને 250 રૂપિયાનો વધારો થયો હતો. બે મહિનામાં જ કોમર્શિયલ એલીપીજી સિલિન્ડર 350 રૂપિયાથી વધુ મોંઘો થયો છે. 22 માર્ચે 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
રેસ્ટોરંટમાં જમવાનું થઈ શકે છે મોંઘુ
કોમર્શિયલ ગેસનો મોટાભાગે ઉપયોગ રેસ્ટોરંટ અને મીઠાઈ, ફરસાણની દુકાનમાં થાય છે. 102.50 રૂપિયાના વધારાથી તેમનું માસિક બજેટ બગડી શકે છે. ઉપરાંત લગ્નો દરમિયાન પણ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. જેના કારણે કેટરિંગ સર્વિસવાળા પણ ભાવમાં વધારો કરી શકે છે.
The price of a 19-kg commercial LPG cylinder has been hiked to Rs 2355.50 from Rs 2253; a 5kg LPG cylinder is priced at Rs 655 now.
— ANI (@ANI) May 1, 2022
આ પણ વાંચો.........
Summer Tips: કાળઝાળ ગરમીમાં બહાર જવું પડે તો 5 વાતો રાખો ધ્યાનમાં, નહીં પડો બીમાર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે? જાણો શું કહે છે ભાજપના સૂત્રો
Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)