Panchayat 2 : જલ્દી જ દર્શકોને ફરી હસાવવા આવી રહી છે પંચાયતની બીજી સીઝન, જાણો કેવી હશે વાર્તા
Panchayat 2 OTT Release : પંચાયતની પ્રથમ સિઝનમાં પ્રહલાદ પાંડેની ભૂમિકા ભજવનાર અભિનેતા ફૈઝલ મલિકે સિરીઝનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
Panchayat Season 2: એમેઝોન પ્રાઇમની લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતની બીજી સીઝન ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. પંચાયત સચિવ અભિષેક ત્રિપાઠી, પ્રધાનજી બ્રિજભૂષણ દુબે, વિકાસ, મંજુ દેવી ફરી એકવાર ચાહકોને હસાવવા આવી રહ્યા છે. પંચાયતની પ્રથમ સિઝનમાં પ્રહલાદ પાંડેની ભૂમિકા ભજવનાર અભિનેતા ફૈઝલ મલિકે સિરીઝનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
પંચાયત-2નું પોસ્ટર રિલીઝ થયું
પંચાયત સીઝન 2 ના પોસ્ટરમાં જિતેન્દ્ર કુમાર ઉર્ફે અભિષેક ત્રિપાઠી, નાયબ પ્રધાન પ્રહલાદ પાંડે અને વિકાસ બાઇક પર બેઠેલા બતાવાયા છે અને રસ્તા પર ઘણા ખાડાઓ છે. આ સાથે જ પ્રધાન મંજુ દેવી ગુસ્સામાં ઉભા છે. પ્રમુખના પતિ બ્રિજ ભૂષણ દુબેના હાથમાં ગાદલું છે. પાછળના બોર્ડ પર લખ્યું છે, 'ગ્રામ પંચાયત ફુલેરામાં આપનું સ્વાગત છે'. તમને જણાવી દઈએ કે પંચાયતની પહેલી સીઝન એપ્રિલ 2020માં OTT પ્લેટફોર્મ Amazon Prime પર રિલીઝ થઈ હતી. કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન તે ઘણી જોવામાં આવી હતી. IMDB માં આ વેબસિરીઝને 10 માંથી 8.8 રેટિંગ મળ્યું છે.
#PanchayatOnPrime: hum lauki toh nahi laaye hai par season 2 zarur lekar aaye hai 💙#PrimeVideoPresentsIndia #SeeWhereItTakesYou pic.twitter.com/n9vn9C4ovo
— amazon prime video IN (@PrimeVideoIN) April 28, 2022
આવી હોઈ શકે છે બીજી સીઝનની વાર્તા
પંચાયતની પ્રથમ સિઝનમાં એન્જિનિયરિંગ કરનાર અભિષેક ત્રિપાઠી પંચાયત સચિવ તરીકે ફૂલેરા ગામમાં આવે છે. પહેલા જ દિવસે તે નોકરી છોડવાનું મન બનાવી લે છે. તે MBA કરવા માટે CAT પરીક્ષાની તૈયારી કરે છે. જો કે તે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ જાય છે. સિઝનના છેલ્લા એપિસોડમાં તે બતાવવામાં આવે છે કે અભિષેક ત્રિપાઠી, પ્રધાન મંજુ દેવી અને બ્રિજ ભૂષણ દુબેની પુત્રી રિંકીને મળે છે અને તે તેમને પસંદ કરવા લાગે છે. આવી સ્થિતિમાં અભિષેક અને રિંકીની લવસ્ટોરી સિઝન 2માં બતાવવામાં આવી શકે છે. આ સિવાય એ જોવાનું રહેશે કે આ વખતે અભિષેક ત્રિપાઠી એમબીએની પરીક્ષામાં પાસ થાય છે કે નહીં.
ઘી વાઇરલ ફીવર (TVF) દ્વારા પંચાયતની બનાવવામાં આવી છે. આ વેબ સિરીઝના દરેક એપિસોડમાં નવી વાર્તા હોય છે. જોકે, વાર્તા અભિષેક ત્રિપાઠી, મંજુ દેવી, વિકાસ અને બ્રિજભૂષણ દુબેની આસપાસ ફરે છે.
પંચાયતની પ્રથમ સિઝનનું મોટાભાગનું શૂટિંગ મધ્યપ્રદેશના સિહોરમાં થયું હતું. પ્રથમ સિઝનના ડાયલોગ્સ પણ ખૂબ લોકપ્રિય થયા હતા, જેના પર સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.