Manufacturing PMI: દેશમાં મેન્યુફેક્ચરિંગ ગતિવિધિએ પકડી સ્પીડ, જાણો શું છે મુખ્ય કારણ
ઊંચા ફુગાવાના દબાણ છતાં સ્વસ્થ માંગને કારણે જૂનમાં આર્થિક ઉત્પાદન પ્રવૃત્તિમાં તેજી આવી હતી. જોકે ડેટા દર્શાવે છે કે મે મહિનામાં સ્થિતિ થોડી સારી હતી.
Manufacturing Purchasing Managers' Index: દેશમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીએ સ્પીડ પકડી છે અને જૂનના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા તેનો પુરાવો છે. આ વર્ષે જૂન મહિનામાં અત્યાર સુધીનો બીજો શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ આંકડો આવ્યો છે. S&P ગ્લોબલના તાજેતરના સર્વે અનુસાર, ઉત્પાદન ક્ષેત્ર માટે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI)નો આંકડો જૂનમાં 57.8 પર આવ્યો હતો, જે ગયા મહિને મે મહિનાની સરખામણીએ નજીવો ઓછો છે.
મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ PMI કેટલો હતો?
મે મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો 58.7 હતો, જે સતત 50થી ઉપરનો આંકડો દર્શાવે છે. જૂનમાં પણ આ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા 50થી ઉપર રહ્યો છે.
જૂનમાં મામૂલી ઘટાડાનું કારણ શું હતું
ઊંચા ફુગાવાના દબાણ છતાં સ્વસ્થ માંગને કારણે જૂનમાં આર્થિક ઉત્પાદન પ્રવૃત્તિમાં તેજી આવી હતી. જોકે ડેટા દર્શાવે છે કે મે મહિનામાં સ્થિતિ થોડી સારી હતી. દેશમાં સારી આઉટપુટ વૃદ્ધિ રોજગારના મોરચે સ્થિતિ વધુ સારી રહેવાનો સંકેત આપે છે. ઉપરાંત તે ઔદ્યોગિક માંગ અને ઉત્પાદન વચ્ચે સારા સંતુલનનું પણ સૂચક છે.
મેન્યુફેક્ચરિંગ PMI શું છે?
મેન્યુફેક્ચરિંગ પીએમઆઈની સંખ્યા 50 થી વધુ આવે છે તેનો અર્થ એ છે કે દેશનું અર્થતંત્ર મજબૂત છે અને ઉત્પાદન પ્રવૃત્તિઓની ગતિ સારી છે. બીજી તરફ, જો તે 50 થી નીચે રહે છે, તો તેનો અર્થ એ છે કે અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે.
S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ઇકોનોમિક્સ એસોસિયેટ ડાયરેક્ટર પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે આ આંકડો દર્શાવે છે કે ભારતમાં બનેલા માલની સારી માંગ ચાલુ છે. આ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંને માટે લાગુ પડે છે. મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને સકારાત્મક ક્લાયન્ટ સપોર્ટના કારણે મજબૂતી મળી છે.
આજે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. શેરબજાર સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શ્યુ છે. નિફ્ટીએ પ્રથમ વખત સપાટી 19250ને પાર કરી છે અને બેન્ક નિફ્ટીએ પ્રથમ વખત 45,000ની સપાટી પાર કરી છે. પ્રથમ વખત સેન્સેક્સ 65,000ને પાર કરીને નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સમાં તેજીથી રોકાણકારો હરખાયા છે અને માર્કેટ કેપમાં પણ મોટો વધારો થયો છે અને 300 લાખ કરોડ નજીક પહોંચ્યું છે.
Join Our Official Telegram Channel: