શોધખોળ કરો

સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન

શેરબજારમાં ગેરરીતિઓ શોધવાની સાથે તેમના પર કડક કાર્યવાહી કરવાની જવાબદારી પણ સ્ટોક બ્રોકરોની રહેશે

SEBI Update: શેરબજારમાં ગેરરીતિઓ શોધવાની સાથે તેમના પર કડક કાર્યવાહી કરવાની જવાબદારી પણ સ્ટોક બ્રોકરોની રહેશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સ્ટોક બ્રોકર્સ માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના પછી હવે માર્કેટમાં થતી અનિયમિતતાઓને શોધવા અને અટકાવવાની જવાબદારી સ્ટોક બ્રોકર્સની રહેશે. અત્યાર સુધી સ્ટોક બ્રોકર્સ માટે આવી કોઈ જોગવાઈ નહોતી.

સેબી (Securities and Exchange Board of India) અનુસાર, બ્રોકર્સ માટેની સંસ્થાકીય વ્યવસ્થા હેઠળ બ્રોકિંગ ફર્મ્સ અને તેમના સિનિયર મેનેજમેન્ટને કંટ્રોલ સિસ્ટમ્સ સાથે છેતરપિંડી ઓળખવા અને અટકાવવા માટે જવાબદાર બનાવવામાં આવશે. બ્રોકરોએ પણ રિપોર્ટિંગ સિસ્ટમ તૈયાર કરવી પડશે. સેબીએ છેતરપિંડી અથવા બજારના દુરુપયોગના સંભવિત ઉદાહરણોની યાદી બહાર પાડી છે જેના પર નજર રાખવાની જરૂર પડશે. આ ઉદાહરણોમાં ડીલની ભ્રામક છબિ બનાવવી, ભાવમાં હેરાફેરી, ફ્રન્ટ રનિંગ (સંવેદનશીલ માહિતીના આધારે લાભ ઉઠાવવો), ઇનસાઇડર ટ્રેડિંગ, મિસ-સેલિંગ અને અનધિકૃત ટ્રેડિંગના કિસ્સાઓ સામેલ હોઈ શકે છે.

27 જૂને જાહેર કરાયેલા આ નોટિફિકેશનમાં સેબીએ કહ્યું છે કે સ્ટોક બ્રોકર્સે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ થયાના 48 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જને જાણ કરવી પડશે. આ ઉપરાંત, તેઓએ શંકાસ્પદ પ્રવૃત્તિ, છેતરપિંડી અને બજારના દુરુપયોગના મામલાઓના વિશ્લેષણ સાથે લેવામાં આવેલી કાર્યવાહી સબમિટ કરવાની રહેશે.

નોટિફિકેશન મુજબ, સ્ટોક બ્રોકિંગ કંપનીઓએ શંકાસ્પદ છેતરપિંડી, અયોગ્ય અથવા અનૈતિક પ્રવૃત્તિઓના કેસ ઊભા કરવા માટે કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારોને એક ગોપનીય માર્ગ પ્રદાન કરતી વ્હીસલબ્લોઅર નીતિ સ્થાપિત કરવી પડશે અને તેનો અમલ કરવો પડશે. સેબીની પોલિસી અનુસાર, વ્હીસલબ્લોઅરને પૂરતું રક્ષણ સુનિશ્ચિત કરવું પડશે. આ ફેરફારોને અસરકારક બનાવવા માટે સેબીએ શેર બ્રોકર્સ અને છેતરપિંડી અને PFUTP ના ધોરણોમાં સુધારો કર્યો છે જે 27 જૂનથી અમલી બન્યો છે.                                                                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
માત્ર નારાયણ સાકાર જ નહીં લાંબુ છે ભારતમાં બાબાઓના ગોરખધંધાનું લિસ્ટ, જુઓ કોણ કોણ છે
માત્ર નારાયણ સાકાર જ નહીં લાંબુ છે ભારતમાં બાબાઓના ગોરખધંધાનું લિસ્ટ, જુઓ કોણ કોણ છે
Shani Dev: વરસાદમાં કઈ ચીજનું દાન કરવાથી શનિ મહારાજ થાય છે ખૂબ પ્રસન્ન, જાણો
Shani Dev: વરસાદમાં કઈ ચીજનું દાન કરવાથી શનિ મહારાજ થાય છે ખૂબ પ્રસન્ન, જાણો
Embed widget