શોધખોળ કરો
ઓછામાં ઓછા 50,000 રૂપિયા તો મળશે જ! EPFO એ બદલ્યા નિયમો, PF ખાતાધારકો ખાસ વાંચે
EPFO new rules: PF એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોય કે નોકરીને 1 વર્ષ ન થયું હોય, તો પણ નોમિનીને મળશે પૂરી રકમ.
EPFO new rules: દેશના કરોડો નોકરીયાત વર્ગ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા એક અત્યંત રાહતભર્યા અને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. હાલમાં પીએફ ખાતાધારકો પોતાના પૈસા ઉપાડવા માટે એટીએમ (ATM) જેવી આધુનિક સુવિધાઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે પહેલાં જ સંસ્થાએ સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને EDLI યોજના (EDLI Scheme) હેઠળ એક મોટો અને આવકારદાયક ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ, હવે જો કોઈ કર્મચારીનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય, તો તેના પરિવારને વીમા પેટે ઓછામાં ઓછી ૫૦,૦૦૦ રૂપિયાની રકમ મળવી નિશ્ચિત થઈ ગઈ છે. આ નિર્ણય કર્મચારીના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લેવામાં આવ્યો છે.
1/6

EPFO એ માત્ર પગારદાર વર્ગની બચત માટે જ નહીં, પરંતુ તેમની અને તેમના પરિવારની સામાજિક સુરક્ષા માટે પણ એક મજબૂત આધારસ્તંભ સમાન છે. પીએફ, પેન્શન અને ઈન્શ્યોરન્સ જેવી ત્રિસ્તરીય સુવિધાઓ મુશ્કેલ સમયમાં કામદારના પરિવારને મોટો આર્થિક ટેકો પૂરો પાડે છે. તાજેતરમાં લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિના અકાળે અવસાન બાદ તેના આશ્રિતોને મળતી આર્થિક સુરક્ષામાં વધારો થાય અને તેઓ નિરાધાર ન બની જાય.
2/6

સંસ્થાની 'એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ' (EDLI) યોજના હેઠળ, કર્મચારીના મૃત્યુ બાદ તેના નોમિની કે કાનૂની વારસદારને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કરાયેલા નવા સુધારા મુજબ, હવે મળતી લઘુત્તમ રકમની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. એટલે કે, ગમે તેવા સંજોગોમાં પણ મૃતક કર્મચારીના પરિવારને ૫૦,૦૦૦ રૂપિયા તો મળશે જ. આ નિર્ણયનો સીધો અને સૌથી મોટો ફાયદો એવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને થશે, જેઓ ઘરના મોભીના મૃત્યુ બાદ આર્થિક ભીંસમાં આવી જતા હોય છે.
Published at : 21 Dec 2025 03:35 PM (IST)
આગળ જુઓ
Advertisement





















