શોધખોળ કરો
Advertisement
મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, BS6 સાથે મળશે આ ફીચર્સ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
અર્ટિગા બીએસ6માં 1.5 લીટર પેટ્રોલ એન્જિન, માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નોલોજીની સાથે આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ મારુતિએ અર્ટિગા એમપીવીના પેટ્રોલ એન્જિનને બીએસ6 નોર્મ્સ પર અપગ્રેડ કર્યું છે. બીએસ6 માપદંડો પર અપગ્રેડ થયા બાદ તેના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 10,000 રૂપિયા વધી ગઈ છે. બીએસ6 મોડલની કિંમત 7.55 લાખ રૂપિયાથી 10.05 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની વચ્ચે છે. ડીઝલ એન્જિન અને સીએનજી વર્ઝન બીએસ6 નોર્મ્સ પર અપગ્રેડ કરવામાં નથી આવ્યા.
અર્ટિગા બીએસ6માં 1.5 લીટર પેટ્રોલ એન્જિન, માઈલ્ડ-હાઈબ્રિડ ટેક્નોલોજીની સાથે આપવામાં આવે છે. આ એન્જિન 105 પીએસના પાવર અને 138 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલ્ધ છે.
મારુતિ અર્ટિગા બીએસ6માં હાલના મોડલના ફીચર આપવામાં આવ્યા છે. પેસેન્જરની સુરક્ષા માટે તેના તમામ વેરિયન્ટમાં ડ્યૂઅલ એરબેગ, એબીએસ, ઈબીડી અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. કમ્ફર્ટ માટે તેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ કરનાર 7.0 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ જેવા ફીચર આપવામાં આવ્યા છે.
ડીઝલ એન્જિનને લઈને કંપની પહેલા જ સ્પષ્ટતા કરી ચૂકી છે કે કંપની તેને બીએસ6 નોર્મ્સ પર અપગ્રેડ નહીં કરે. કંપનીએ એપ્રિલ 2020 સુધી ડીઝલ કારો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion