શોધખોળ કરો
Advertisement
વિશ્વની આ ટોચની કંપનીએ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની આપી દીધી છૂટ, જાણો શું થશે ફાયદો?
નિષ્ણાતોના મત પ્રમાણે જે કર્મચારીઓની વર્ક પ્રોફાઈલમાં ઓફિસ આવવું જરૂરી નહીં હોય તેમના કિસ્સામાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે, પરંતુ જેમને ઓફિસ આવવું જરૂરી હશે તેમણે ઓફિસે આવીને જ કામ કરવું પડશે
વૉશિંગટનઃ કોરોના કાળને લઇને મોટા ભાગની કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હૉમનો ઓપ્શન આપ્યો છે. પરંતુ એક રિપોર્ટ પ્રમાણે દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ ગણાતી માઇક્રોસૉફ્ટે પોતાના તમામ કમર્ચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી દીધી છે. અમેરિકાના મીડિયા અહેવાલોમાં માઈક્રોસોફ્ટના ઉચ્ચ અધિકારીઓના હવાલાથી દાવો કરાયો છે કે કંપની જાન્યુઆરી-2021 પછી પણ કર્મચારીઓને કાયમી ધોરણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપશે. કર્મચારીઓને ઓફિસ ઉપરાંત કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આવું કરનારી આ દુનિયાની પ્રથમ કંપની બનશે.
રિપોર્ટ પ્રમાણે કંપનીએ જાન્યુઆરી-2021 સુધી તો વર્ક ફ્રૉમ હૉમની જાહેરાત અગાઉથી જ કરી દીધી હતી, અને કહેવાયુ હતુ કે 2021 પહેલાં કંપની ઓફિસ ચાલુ કરશે નહીં, અને કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે ઓપ્શન અપાશે. અગાઉ પણ માઇક્રોસૉફ્ટને લઇને અમેરિકન ન્યૂઝ વેબસાઇટ ધ વર્જના રિપોર્ટમાં દાવો થયો હતો કે માઇક્રોસૉફ્ટ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની કાયમી ધોરણે છૂટ આપશે.
નિષ્ણાતોના મત પ્રમાણે જે કર્મચારીઓની વર્ક પ્રોફાઈલમાં ઓફિસ આવવું જરૂરી નહીં હોય તેમના કિસ્સામાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે, પરંતુ જેમને ઓફિસ આવવું જરૂરી હશે તેમણે ઓફિસે આવીને જ કામ કરવું પડશે. મીડિયા રિપોર્ટમાં કંપનીના અધિકારીઓના હવાલાથી કહેવાયુ હતુ કે, કંપનીનો ધ્યેય બદલાતા સમયમાં કર્મચારીઓને અનુકુળ થવા માટેનો છે. કર્મચારીઓ પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફને બરાબર મેનેજ કરી શકે તે માટે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ઘરેથી કામ કરવાની છૂટની સુવિધા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માઇક્રોસૉફ્ટ, ઉપરાંત ફેસબુક, ટ્વીટર સહિતના કંપનીઓએ લૉકડાઉનના સમયમાં કર્મચારીઓ માટે આ ઓપ્શન અપનાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion