શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર ફરી લાવી રહી છે સસ્તા ACની સ્કીમ, જાણો કેટલી છે કિંમત અને શું છે ઓફર
પ્રથમ તબક્કામાં એસીની કિંમત રૂ. 41,300 (ઇન્સ્ટોલેશન વગર) હતી.
નવી દિલ્હીઃ વિતેલા જુલાઈમાં સરકારી કંપની એનર્જી એફિસિએ્સી સર્વિસિઝ લિમિટેડ (EESL)એ સામાન્ય લોકો માટે સસ્તા એસીનું વેચાણ શરૂ કર્યું હતું. તે અંતર્ગત દેશના અલગ અલગ ભાગમાં અંદાજે 50 હજાર ACના વેચાણો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. હવે સરકારી કંપની સસ્તા AC ખરીદવાની વધુ એક તક આપવા જઈ રહી છે. આ ACની કિંમત અન્ય કંપનીઓની તુલનામાં ઓછી હશે.
ઇઇએસએલના ચીફ જનરલ મેનેજર એસ.પી. ગરનાયકે કહ્યુ કે ફેબ્રુઆરી અને માર્ચ સુધી ખરીદી 600 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. તેમણે કહ્યું કે ગત અનુભવને ધ્યાનમાં રાખી અમે હવે બે લાખ યુનિટની ખરીદી કરીશું, આનાથી અમને માર્કેટ ભાવ કરતા 15 ટકા ઓછી કિંમતમાં એસી મળવાની આશા છે. ઇઇએસએલ પાસે કાર્યક્રમના પ્રથમ તબક્કામાં વેચાણ માટે એસીના 50 હજાર યુનિટ હતા.
પ્રથમ તબક્કામાં એસીની કિંમત રૂ. 41,300 (ઇન્સ્ટોલેશન વગર) હતી. ગરનાયકે કહ્યુ કે અમારા એસી બજારમાં હયાત 5 સ્ટાર મૉડલોની સરખામણીમાં 20 ટકા વધારે શક્તિશાળી અને 15-20 ટકા સસ્તા છે. કાર્યક્રમનો પ્રથમ તબક્કો મેટ્રો અને મોટા શહેર પૂરતો મર્યાદિત હતો. આ કાર્યક્રમ શરૂ થયાના એક જ મહિનામાં 13 હજાર યુનિટોનો ઑર્ડર મળી ગયો હતો.
ઇઇએસએલના મેનેજર સૌરભ કુમારે કહ્યું કે પ્રથમ તબક્કામાં દિલ્હીમાં BSES રાજધાની પાવર લિમિડેટ (બીઆરપીએલ), બીએસઈએસ યમુના પાવર લિમિટેડ (બીવાઈપીએલ) અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યૂશન લિમિટેડ (ટાટા પાવર-ડીડીએલ)ના ગ્રાહકો માટે 50 હજાર એસી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ એસી વહેલા તે પહેલાના ધોરણ આપવામાં આવ્યા હતા. આની કિંમત 41,300 છે. તેમણે કહ્યું કે દિલ્હી ઉપરાંત અન્ય વિસ્તારના ઓર્ડર પણ લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement