1000 રુપિયાની દર મહિને SIP માં રોકાણ કરી કેટલા વર્ષમાં બની શકો કરોડપતિ, જાણી લો
SIP એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણની ખૂબ જ સરળ રીત છે. આમાં, તમારા ખાતામાંથી દર મહિને એક નિશ્ચિત રકમ ડેબિટ થાય છે.
SIP Mutual Funds Investment: SIP એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણની ખૂબ જ સરળ રીત છે. આમાં, તમારા ખાતામાંથી દર મહિને એક નિશ્ચિત રકમ ડેબિટ થાય છે. રોકાણકારોને SIPમાં ઓછા જોખમ સાથે વધુ સારું વળતર મળતું હોવાથી, તે ભારતમાં રોકાણકારોમાં ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યું છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, માસિક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ડિસેમ્બરમાં પ્રથમ વખત રૂ. 26,000 કરોડના આંકડાને વટાવી ગયા હતા. આ મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાના રોકાણમાં નાના રોકાણકારોના વધતા રસને દર્શાવે છે.
ડિસેમ્બરમાં SIPમાં રોકાણકારોનું યોગદાન આટલું જ હતું
ડિસેમ્બર 2024માં SIPમાં રોકાણકારોનું યોગદાન રૂ. 26,459 કરોડ હતું, જે નવેમ્બર 2024માં રૂ. 25,320 કરોડ હતું. આ સિવાય ડિસેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) ફોલિયો વધીને 22.50 કરોડ થયો છે, જે અગાઉના મહિનામાં 22.02 કરોડ હતો.
વૈશ્વિક સ્તરે ઇક્વિટી બજારોને પડકારતી કેટલીક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ હોવા છતાં, ડિસેમ્બર 2024 માં માસિક SIP યોગદાન વાર્ષિક ધોરણે 50% વધ્યું છે.
અહીં અમે જાણીશું કે તમને રૂ. 1,000, રૂ. 2,000, રૂ. 3,000 અને રૂ. 5,000ના માસિક SIP યોગદાન સાથે રૂ. 1 કરોડના નાણાકીય લક્ષ્યાંકને હાંસલ કરવામાં કેટલો સમય લાગશે. આ ગણતરી 12% વાર્ષિક વળતર અને દર વર્ષે SIP રકમમાં 10% વધારા પર આધારિત છે.
દર મહિને રૂ. 1,000ની SIPમાં વાર્ષિક 10% વધારો
જો તમે વાર્ષિક 10 ટકા સ્ટેપ-અપ સાથે દર મહિને રૂ. 1,000નું રોકાણ કરો છો અને દર વર્ષે 12 ટકા સુધીના વળતરની અપેક્ષા રાખો છો, તો તમે 31 વર્ષમાં આશરે રૂ. 1.02 કરોડ એકઠા કરી શકો છો.
2,000 રૂપિયાની માસિક SIP
તેવી જ રીતે, વાર્ષિક 10% સ્ટેપ-અપ સાથે રૂ. 2,000ની માસિક SIPમાં તમે દર વર્ષે 12%ના વળતર પર 27 વર્ષમાં રૂ. 1.15 કરોડ સુધી જમા કરશો.
દર મહિને રૂ. 3,000ની SIP
વાર્ષિક 10%ના સ્ટેપ અપ સાથે દર મહિને રૂ. 3,000ની SIP 12% વાર્ષિક વળતર પર 24 વર્ષમાં રૂ. 1.10 કરોડ થશે. આ ટર્મમાં તમારી રોકાણ કરેલ કુલ રકમ રૂ. 31.86 લાખ હશે અને વળતર રૂ. 78.61 લાખ થશે.
રૂ. 5,000ની SIP પર વળતર
જો તમે SIP હેઠળ દર મહિને રૂ. 5,000 સુધીનું રોકાણ કરો છો, તો તે તમને વાર્ષિક 10%ના દરે વધી રહેલા 12% વાર્ષિક વળતર પર 24 વર્ષમાં રૂ. 1.10 કરોડ એકઠા કરવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન તમારું કુલ રોકાણ રૂ. 31.86 લાખ હશે અને વળતર રૂ. 78.61 લાખ હશે.
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com કોઈને અહીં ક્યારેય નાણાંનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.)