શોધખોળ કરો
Advertisement
મોદી સરકારને ઝટકો, મૂડીઝે ભારતના GDP ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું
આ પહેલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની રેટિંગ ઘટાડીને ‘સ્ટેબલ’ માંથી ‘નેગેટિવ’ કરી દીધી હતી. તેની પાછળ સૌથી મોટું કારણ અર્થવ્યવસ્થાનું ખૂબજ ધીમી ગતિએ વધવું.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. મૂડીઝે ભારતના ચાલુ વર્ષનો જીડીપી ગ્રોથ અનુમાન 5.8 ટકાથી ઘટાડીને 5.6 ટકા કરી દીધું છે. મૂડીઝે કહ્યું કે જીડીપી સ્લોડાઉન પહેલાની અપેક્ષાએ લાંબા સમય સુધી યથાવત છે.
મૂડીઝે એક નિવેદનમાં જણાવ્યું કે અમે ભારત માટે પોતાના વિકાસના પૂર્વાનુમાનમાં સુધારો કર્યો છે. હવે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2019માં 5.6 ટકા રહેવાનું અનુમાન છે. જે 2018માં 7.4 ટકા હતો. આશા છે કે આર્થિક એક્ટિવિટી 2020 અને 2021માં 6.6 ટકા અને 6.7 ટકા રહેશે.
2019ની બીજા ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપીની વૃદ્ધી લગભગ 8 ટકાથી ઘટીને 5 ટકા થઈ ગઈ છે અને ભારતનો આર્થિક વિકાસ દર 2018ના મધ્યથી ઘટી ગયો છે. મૂડીઝ અનુસાર, રોકાણની ગતિવિધી પહેલા કરતા ધીમી છે પરંતુ વપરાશ માટે માંગના કારણે આર્થિક વિકાસ દર 2018માં તેજી જોવા મળી હતી. જો હાલમાં વપરાશની માંગ ધીમી ગતિએ છે.
આ પહેલા મંદીનો માર ઝીલી રહેલા ભારતને આર્થિક મોર્ચે મોટો ઝટકો આપતા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની રેટિંગ ઘટાડીને ‘સ્ટેબલ’ માંથી ‘નેગેટિવ’ કરી દીધી હતી. તેની પાછળ સૌથી મોટું કારણ અર્થવ્યવસ્થાનું ખૂબજ ધીમી ગતિએ વધવું અને સરકારનું સતત વધી રહેલું દેવુ માનવામં આવ્યું હતું.
મૂડીઝનું માનવું છે કે ભારતમાં ચાલી રહેલી મંદી લાંબા ગાળાની છે. મૂડીઝના અનુમાન પ્રમાણે, વર્તમાન નાણાકીય વર્ષમાં બજેટમાં ખોટ સરકારના 3.3 ટકા લક્ષ્યથી વધીને 3.7 ટકા પહોંચવાનું અનુમાન છે. તેનું સૌથી મોટું કારણ ઘીમી ગતિએ ગ્રોથ રેટ અને કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement