(Source: ECI/ABP News/ABP Majha)
Mark Zuckerberg થી પણ અમીર બન્યા મુકેશ અંબાણી અને Gautam Adani, જાણો ગઈકાલે શું થયું કે ફેસબુકના સ્થાપક પાછળ રહી ગયા
2015 પછી પ્રથમ વખત વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા.
Meta Shares Plunge: માર્ક ઝુકરબર્ગ માટે ફેબ્રુઆરી 3 એક દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ જ્યારે મેટા (અગાઉનું ફેસબુક) ના શેરમાં ગઈકાલે એટલે કે ગુરુવારે 26 ટકાનો જંગી ઘટાડો નોંધાયો. આ કારણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગની કંપની મેટાને 200 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
માર્ક ઝકરબર્ગ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીથી પાછળ
બીજી મોટી વાત એ છે કે તેના કારણે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં $29 બિલિયનનો જબરદસ્ત ઘટાડો થયો હતો અને તે 2015 પછી પ્રથમ વખત વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. ટોપ 10ની યાદીમાંથી બહાર રહેવાને કારણે તે અમીરોની યાદીમાં ભારતીય અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીથી પાછળ રગી ગયા છે.
માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે
ગુરુવારે મેટા શેરોમાં ઘટાડાને પગલે તેના બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ (BBI) ના પ્રારંભિક ડેટા અનુસાર, ઝકરબર્ગની સંપત્તિ 2 ફેબ્રુઆરીએ ઘટીને $97 બિલિયન થઈ, જે અગાઉ $120.6 બિલિયન હતી.
ઈલોન મસ્કને પણ જાન્યુઆરીમાં નુકસાન થયું હતું
ઇલોન મસ્ક એકમાત્ર એવી વ્યક્તિ છે જેણે સંપત્તિમાં આટલો મોટો ઘટાડો જોયો છે. નવેમ્બર 2021માં ટેસ્લા ઇન્ક.ના શેર ઘટ્યા બાદ તેને $35 બિલિયનનું નુકસાન થયું હતું. જાન્યુઆરીમાં મસ્કને પણ $25.8 બિલિયનનું નુકસાન થયું હતું.
કંપની તરફથી ભારતને લઈને નિવેદન પણ આવ્યું છે
ભારતમાં ડેટાના ભાવમાં થયેલા વધારાએ ડિસેમ્બર, 2021ના ત્રિમાસિક ગાળામાં મેટા (અગાઉનું ફેસબુક)ના વપરાશકર્તા વૃદ્ધિને મર્યાદિત કરી હતી. સોશિયલ મીડિયા જાયન્ટે ગુરુવારે આ વાત કહી. ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમની મોબાઈલ સર્વિસ રેટમાં 18-25 ટકાનો વધારો કર્યો છે.
ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં મેટાનો નફો આઠ ટકા ઘટીને $10.28 બિલિયન થયો છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં $11.21 બિલિયન હતો. મેટાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ડેવ વેઇનરે જણાવ્યું હતું કે ફેસબુકના યુઝર બેઝમાં વૃદ્ધિ ઘણા પરિબળોથી પ્રભાવિત છે. ભારતમાં ડેટા પેકેજની કિંમતમાં વધારાને કારણે વૃદ્ધિને અસર થઈ છે.