શોધખોળ કરો

મુકેશ અંબાણીએ રિલાયન્સમાં અનંત, આકાશ અને ઈશાને આપી છે આ જવાબદારી, જાણો વિગતે

ફેમિલી ફંક્શનમાં મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે આપણે તેમને માર્ગદર્શન આપીને સક્ષમ બનાવવાં જોઈએ.

2002માં પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ રિલાયન્સના ચેરમેનનું પદ સંભાળનાર મુકેશ અંબાણીએ ઉત્તરાધિકારી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ પર આયોજિત પારિવારિક કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું કે યુવા પેઢી હવે નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. હવે હું અનુગામીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગુ છું.

ફેમિલી ફંક્શનમાં મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે આપણે તેમને માર્ગદર્શન આપીને સક્ષમ બનાવવાં જોઈએ. આપણે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. આ દરમિયાન અંબાણીએ તેમના ત્રણેય બાળકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે હું દરરોજ ત્રણેયની રિલાયન્સ પ્રત્યેની લગન, પ્રતિબદ્ધતા અને નિષ્ઠા અનુભવું છું. હું મારા પિતામાં હતું એવું જૂનૂન આ ત્રણમાં જોઈ શકું છું. જો કે, આ દરમિયાન તેણે તે વાતનો ઉલ્લેખ કર્યો ન હતો કે તે ક્યારે નિવૃત્ત થવા માંગે છે. ચાલો જાણીએ મુકેશ અંબાણીએ તેમના ત્રણ બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણીને કઈ જવાબદારી સોંપી છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે. ઈશા 24 વર્ષની ઉંમરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાઈ હતી. ઈશાએ 2013માં યેલ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દક્ષિણ એશિયન અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમના પારિવારિક વ્યવસાયમાં જોડાતા પહેલા કન્સલ્ટન્સી ફર્મ મૈકિન્સે સાથે પણ થોડા સમય માટે કામ કર્યું હતું. ઈશાએ ફેશન પોર્ટલ AJIO પણ લોન્ચ કર્યું. આ કંપનીનું બ્રાન્ડિંગ અને મેનેજમેન્ટ તેમના હાથમાં છે. ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે.

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને રિલાયન્સ ગ્રુપની કંપનીઓના ડાયરેક્ટર બનતા પહેલા જિયો સાથે કામ કર્યું હતું. આકાશ જિયોની વ્યૂહરચનાનો વડા હોવાથી, તેના ઉત્પાદનના વિકાસને નજીકથી જુએ છે. આ સિવાય તે Jio પ્લેટફોર્મના બોર્ડમાં પણ છે. આકાશે ફેસબુક, ગૂગલ અને ઇન્ટેલ જેવી કંપનીઓ સાથે વ્યૂહાત્મક રોકાણ સોદામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આકાશ, તેની બહેન ઈશાની જેમ, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે.

તે જ સમયે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી પણ રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 26 વર્ષીય અનંત અંબાણી પણ પોતાના ભાઈની જેમ બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમને રિલાયન્સના ઓઈલ ટુ કેમિકલ બિઝનેસના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા, જે રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસનું ધ્યાન રાખવાનું હતું. પરંતુ ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ પ્લાન ટેક ઓફ ન થયો. બાદમાં, અનંતને રિલાયન્સના ગ્રીન એનર્જી બિઝનેસ માટે જવાબદાર સોલાર કંપનીઓના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા. કંપની આગામી ત્રણ વર્ષમાં ગ્રીન એનર્જીમાં $10 બિલિયનનું રોકાણ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget