IndiGo Flight: દુબઈથી લાવ્યા Duty Free શરાબ, ફ્લાટમાં જ બનાવ્યો પેગ, અડધી બોટલ ગટગટાવીને બોલવા લાગ્યો ગાળો અને પછી.....
નશામાં ધુત મુસાફરો દ્વારા દુર્વ્યવહારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બુધવારે મુંબઈમાં બન્યો હતો.
IndiGo Dubai-Mumbai Flight: નશામાં ધુત મુસાફરો દ્વારા દુર્વ્યવહારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બુધવારે (22 માર્ચ) મુંબઈમાં બન્યો હતો. જ્યાં દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બે નશામાં ધૂત મુસાફરોએ કથિત રીતે હંગામો મચાવ્યો હતો. આ સાથે બંનેએ ક્રૂ અને સહ-યાત્રીઓ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
સહાર પોલીસના જણાવ્યા અનુસાર, એરલાઈન્સના સ્ટાફ તરફથી મળેલી ફરિયાદ બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે નાલાસોપારાના જોન જી ડિસોઝા અને કોલ્હાપુરના દત્તાત્રેય બાપર્ડેકરે તેમની સાથે ડ્યૂટી ફ્રી દારૂ ખરીદ્યો હતો. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે, બંનેએ ફ્લાઈટમાં જ લગભગ અડધી બોટલ પૂરી કરી નાંખી હતી.
#Update | Two Indigo flyers were booked under section 336 of IPC & sections 21,22 and 25 of Aircraft rules for being drunk & misbehaving with the crew. Both were arrested formally but as the sections were bailable, they were granted bail from the police station itself. Further…
— ANI (@ANI) March 23, 2023
આ વર્ષે ફ્લાઇટમાં ગેરવર્તણૂકનો સાતમો કેસ
અહેવાલ મુજબ બંને મુસાફરો એક વર્ષથી દુબઈમાં રહેતા અને કામ કરતા હતા. ભારત પરત ફરવાની ઉજવણી કરવા માટે તેણે લોકો સાથે ગેરવર્તન કર્યું. આ વર્ષે ફ્લાઈટમાં ગેરવર્તણૂકનો આ સાતમો કેસ છે. પેશાબ કાંડ બાદ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સહાર પોલીસના જણાવ્યા અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની દુબઈ-મુંબઈ ફ્લાઈટથી આવતા બંને મુસાફરોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે આઈપીસીની કલમ 336 અને વિમાન સંબંધિત અન્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
સહાર પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આ લોકોની સાથે બેઠેલા મુસાફરે વારંવાર દારૂ પીવાની ના પાડી તો તેઓએ સહપ્રવાસી સાથે દુર્વ્યવહાર કર્યો. ક્રૂના જણાવ્યા અનુસાર, ચેતવણી આપવા છતાં બંનેએ દારૂ પીવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે આ લોકો પાસેથી બેગમાં રાખેલી દારૂની બોટલો લેવામાં આવી ત્યારે તેઓએ ક્રૂ સાથે પણ દુર્વ્યવહાર શરૂ કર્યો હતો.
ફ્લાઈટમાં સિગારેટ પીવાને લઈને હોબાળો થયો હતો
ફ્લાઇટમાં ગેરવર્તનનો આ સાતમો કિસ્સો છે. થોડા દિવસો પહેલા, 11 માર્ચે, એક અમેરિકન નાગરિક રત્નાકર દ્વિવેદીની લંડનથી મુંબઈ આવતી ફ્લાઈટ દરમિયાન સિગારેટ પીવા અને બળજબરીથી ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 14 માર્ચે તેમને રૂ. 25,000ના અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા. જે બાદ તે અમેરિકા પાછો ગયો.