Mutual Fund લોકોની પ્રથમ પસંદ, ઓક્ટોબરમાં રોકાણ 21 ટકા વધી આટલા હજાર કરોડને પાર
ઓક્ટોબરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 41,887 કરોડનું વિક્રમી રોકાણ આવ્યું છે. આ માસિક ધોરણે 21 ટકાથી વધુનો વધારો છે.
ઓક્ટોબરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 41,887 કરોડનું વિક્રમી રોકાણ આવ્યું છે. આ માસિક ધોરણે 21 ટકાથી વધુનો વધારો છે. સેક્ટર-આધારિત ફંડ્સમાં મજબૂત રોકાણ દ્વારા તેને પ્રોત્સાહન મળ્યું છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના સોમવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રત્યે વધતા આકર્ષણને પ્રતિબિંબિત કરે છે, સ્ટોકમાં રોકાણ કરતા ફંડ્સમાં શુદ્ધ પ્રવાહનો આ સતત 44મો મહિનો છે. જર્મિનેટ ઈન્વેસ્ટર સર્વિસીસના સહ-સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સંતોષ જોસેફે જણાવ્યું હતું કે, “ઓક્ટોબરનો આંકડો ખરેખર અસાધારણ છે, ખાસ કરીને માર્કેટમાં થયેલા મોટા ઘટાડાને ધ્યાનમાં રાખીને. જ્યારે તે જ વર્ષે બજારના મજબૂત પ્રદર્શનને કારણે ઇક્વિટી પ્રવાહમાં વધારો થયો હતો, ત્યારે ઓક્ટોબરમાં તેમાં ભારે ઉલટફેર જોવા મળ્યું હતું.”
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સૌથી વધુ રોકાણ
તેમણે કહ્યું, “સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પાંચ-છ ટકાનો ઘટાડો તાજેતરના વર્ષોમાં સૌથી તીવ્ર ઘટાડો છે, જે આપણે છેલ્લે માર્ચ, 2020માં જોયો હતો. "આ હોવા છતાં છૂટક રોકાણકારોએ નોંધપાત્ર તાકાત દર્શાવી છે અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 40,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે." એકંદરે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સપ્ટેમ્બરમાં રૂ. 71,114 કરોડના આઉટફ્લો બાદ સમીક્ષા હેઠળના મહિનામાં રૂ. 2.4 લાખ કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. બોન્ડ યોજનાઓમાં રૂ. 1.57 લાખ કરોડના રોકાણને કારણે આ જંગી પ્રવાહ હતો.
AUM 67 લાખને પાર
AUM સપ્ટેમ્બરના રૂ. 67 લાખ કરોડ રુપિયાથી વધીને ઓક્ટોબરમાં રૂ. 67.25 લાખ કરોડ થઈ હતી. ડેટા અનુસાર, શેર્સમાં રોકાણ કરતી સ્કીમ્સમાં સપ્ટેમ્બરમાં રૂ. 34,419 કરોડની સરખામણીએ ઓક્ટોબરમાં રૂ. 41,887 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. અગાઉ જૂનમાં ઇક્વિટી સ્કીમ્સમાં રૂ. 40,608 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સને લઈ આવેલા એમ્ફીના ડેટા પર મોતીલાલ ઓસવાલ એએમસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર અખિલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ઇક્વિટીનો પ્રવાહ રૂ. 40,000 કરોડના આંકડાની આસપાસ સ્થિર છે. તેમણે કહ્યું કે, યુએસ ચૂંટણી અને અન્ય મોટા વૈશ્વિક રોકાણોને કારણે વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીથી બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ હોવા છતાં, ચોખ્ખા પ્રવાહમાં વધારો એ સ્થાનિક રોકાણકારોમાં વિશ્વાસ સાબિત કરે છે જેઓ આ ઉતાર-ચઢાવ છતાં સતત ઇક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે.
Personal Loan ના બદલે ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો ઉઠાવો, જાણો કોણ લઈ શકે છે ?