શોધખોળ કરો

Personal Loan ના બદલે ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો ઉઠાવો, જાણો કોણ લઈ શકે છે ? 

પર્સનલ લોન એ સૌથી વધુ વ્યાજ દર સાથેની લોન છે. આ તમને ખૂબ જ મોંઘી પડી શકે છે. જો તમે ઈચ્છો તો પર્સનલ લોનને બદલે ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મેળવી શકો છો.

કોઈને પણ અચાનક પૈસાની જરૂર પડી શકે છે. જો તમારી પાસે બચત અથવા ઈમરજન્સી ફંડ નથી, તો તમારે લોન લેવી પડશે. આજકાલ બેંકો તેમના ગ્રાહકોને પ્રી એપ્રુવ્ડ  લોન ઓફર કરે છે. આનાથી ગ્રાહકો થોડી જ વારમાં લોન મેળવી શકે છે. પરંતુ નોંધી લો કે  પર્સનલ લોન એ સૌથી વધુ વ્યાજ દર સાથેની લોન છે. આ તમને ખૂબ જ મોંઘી પડી શકે છે. જો તમે ઈચ્છો તો પર્સનલ લોનને બદલે ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મેળવી શકો છો. બેંકો તેમના ગ્રાહકોને ઓવરડ્રાફ્ટ ઓફર કરે છે. ચાલો જાણીએ ઓવરડ્રાફ્ટ શું છે.

ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે ? 

ઓવરડ્રાફ્ટ સુવિધા ખાનગી કે સરકારી બંને બેંકોમાં ઉપલબ્ધ છે. મોટાભાગની બેંકો કરન્ટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝીટ પર ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડે છે, જેથી ગ્રાહકો જ્યારે જરૂર પડે ત્યારે રોકડનો ઉપયોગ કરી શકે. આ એક પ્રકારની લોન છે, જે બેંકમાંથી મળે છે જ્યાં તમારું ખાતું છે. ઘણી બેંકો તેમના ખાતાધારકોને શેર, બોન્ડ અને વીમા પોલિસીઓ સામે ઓવરડ્રાફ્ટ સુવિધા પણ પૂરી પાડે છે. ઓવરડ્રાફ્ટની સુવિધા સાથે તમે જરૂર પડે બેંકમાંથી પૈસા લઈ શકો છો અને પછીથી પરત કરી શકો છો.

ઓવરડ્રાફ્ટ કેવી રીતે લેશો 

કેટલાક ગ્રાહકોને પહેલાથી જ ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે અને કેટલાકને પછીથી બેંકમાંથી મંજૂરી લેવી પડે છે. ગ્રાહકો આ સુવિધા માટે ઓનલાઈન અથવા બેંકની રૂબરૂ મુલાકાત લઈને અરજી કરી શકે છે. કેટલીક બેંકો શરૂઆતમાં ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી પણ વસૂલે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા બે પ્રકારની હોય છે, સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ. સિક્યોર્ડ સુવિધાનો અર્થ એ છે કે સિક્યોરિટી તરીકે પૈસા લેતા પહેલા તમે શેર, બોન્ડ, એફડી, ઘર, વીમા પોલિસી, પગારના આધાર પર  અથવા મોર્ટગેજ આપીને બેંકમાંથી ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકો છો. જ્યારે, જો આપણે અનસિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા વિશે વાત કરીએ, તો તે ત્યારે લેવામાં આવે છે જ્યારે તમારી પાસે ગીરવે રાખવા માટે કંઈ ન હોય અને પૈસાની જરૂર હોય. આવી સ્થિતિમાં બેંકમાંથી સિક્યોરિટી વગર પૈસા લઈ શકાય છે.

ઓવરડ્રાફ્ટમાં કેટલા પૈસા મેળવી શકો? 

આ માટે દરેક બેંકના પોતાના નિયમો છે. તે સંપૂર્ણપણે તમે બેંકને શું કોલેટરલ આપ્યું છે તેના પર નિર્ભર છે. મોટાભાગની બેંકો પગાર અને એફડીના બદલામાં ઓવરડ્રાફ્ટ સુવિધા લેવા માટે વધુ પૈસા આપે છે અને મર્યાદા પણ વધારે રાખે છે. જો તમારો પેમેન્ટ હિસ્ટ્રી સારો છે, તો બેંકો તમને ઓવરડ્રાફ્ટમાં બેથી ત્રણ ગણો પગાર આપે છે.

વ્યાજ ઓછું થશે 

ઓવરડ્રાફ્ટ દ્વારા પૈસા લેવા કોઈપણ ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન કરતાં સસ્તું છે. ઓવરડ્રાફ્ટમાં તમને અન્ય લોન કરતાં ઓછું વ્યાજ લાગે છે. આ ઉપરાંત, જે સમયગાળા માટે નાણાં ઉછીના લેવામાં આવ્યા છે તે સમયગાળા માટે જ ઉછીના લીધેલા નાણાં પર વ્યાજ ચૂકવવાનું રહેશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget