શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર થઈ વાયરલ, જાણો બંને વચ્ચે શું થઈ વાત
ડોનાલ્ડ ટ્રમ્પે પેહલા સીઈઓને સંબોધન કર્યું, જે બાદ સીઈઓએ તેમને સવાલ પૂછ્યા હતા.
![મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર થઈ વાયરલ, જાણો બંને વચ્ચે શું થઈ વાત Namaste Trump: Interaction between Mukesh Ambani and Donald Trump in Delhi મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર થઈ વાયરલ, જાણો બંને વચ્ચે શું થઈ વાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/25223451/trump-and-mukesh-ambani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી)
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વીપક્ષીય મંત્રણા બાદ ભારતના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા, નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પેહલા સીઈઓને સંબોધન કર્યું, જે બાદ સીઈઓએ તેમને સવાલ પૂછ્યા હતા. મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
CEO રાઉન્ડ ટેબલમાં ટ્રમ્પે ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વાત કરી અને તેમના બિઝનેસ અંગે પૂછ્યું હતું. ભારતની અનેક કંપનીઓ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પહેલા જાણકારી નહોતી. સીઈઓ રાઉન્ડ ટેબલમાં ટ્રમ્પ આવી કંપનીઓ અંગે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ટ્રમ્પ અને અંબાણી વચ્ચે શું થઈ વાતચીત
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ સૌથી પહેલા તેમનો પરિચય આપ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. જે બાદ અંબાણીએ એનર્જી સેક્ટરમાં ભારત અને અમેરિકા વચ્ચે થનારા વેપાર અંગે વાત કરી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું બંને દેશો વચ્ચે એનર્જી બિઝનેસ 7 બિલિયન ડૉલરનો છે. બાદમાં મુકેશ અંબાણીએ કહ્યું હું ભારતમાં 4G સર્વિસ આપી રહ્યો છું, જેના પર ટ્રમ્પે કહ્યું, તમે 4G પર કામ કરી રહ્યા છો, શું 5G પર પણ કરશો. જે બાદ અંબાણીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીનો આભાર માન્યો.
અંબાણી સહિતના CEOs સાથે ટ્રમ્પે કરી મુલાકાત; અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ, ચૂંટણી જીતીશ તો શેરબજાર દોડશે
SBI આપશે ઝટકો, હવે મોંઘી થઈ જશે બેંકની આ ખાસ સર્વિસ, ચૂકવવો પડશે તોતિંગ ચાર્જ
IPL 2020: ધોનીને લઈ આવ્યા મોટા સમાચાર, આ તારીખથી શરૂ કરશે પ્રેક્ટિસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)