શોધખોળ કરો
Advertisement
IPL 2020: ધોનીને લઈ આવ્યા મોટા સમાચાર, આ તારીખથી શરૂ કરશે પ્રેક્ટિસ
IPL 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત સીઝનની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઈમાં રમાનારા મુકાબલાથી થશે.
ચેન્નઈઃ ધોનીના ચાહકો માટે સારા સમાચાર છે. ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન 13 માટે અન્ય ખેલાડીઓ સાથે 2 માર્ચથી ટ્રેનિંગ શરૂ કરશે. ધોની સીએસકેના ખેલાડીઓ સાથે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટ્રેનિંગ શરૂ કરશે. ગત વર્ષે રમાયેલા આઈસીસી વર્લ્ડકપ બાદ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો નથી.
IPL 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત સીઝનની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઈમાં રમાનારા મુકાબલાથી થશે. સીએસકેના સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે, ધોની ઉપલબ્ધ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે. જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચથી શરૂ થશે.
ધોની સાથે કોણ-કોણ કરશે પ્રેક્ટિસ સૂત્રોના જણાવ્યા મુજબ, પૂર્વ ભારતીય કેપ્ટન ધોની સુરેશ રૈના અને અંબાતી રાયડૂ જેવા ખેલાડીઓ સાથે બે સપ્તાહ સુધી અભ્યાસ કરી શકે છે. જે બાદ તે બ્રેક લેશે અને ફરી પરત આવશે. રૈના અને રાયડુ અહીંયા છેલ્લા ત્રણ અઠવાડિયાથી ટ્રેનિંગ લઈ રહ્યા છે. કેવી છે ધોનીની IPL કરિયર ધોનીએ આઈપીએલમાં 2008થી 2019 લઈ 190 મેચ રમી છે. જેમાં 65 વખત નોટઆઉટ રહીને 137.85ના સ્ટ્રાઈક રેટથી 4,432 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 નોટ આઉટ છે. આઈપીએલમાં તેણે 23 ફિફ્ટી ફટકારી છે. આ ઉપરાંત 209 છગ્ગા અને 297 ચોગ્ગા પણ લગાવ્યા છે. વિકેટકિપિંગ કરતી વખતે તેણે 98 કેચ અને 38 સ્ટંપિંગ કર્યા છે. અંબાણી સહિતના CEOs સાથે ટ્રમ્પે કરી મુલાકાત; અમેરિકામાં રોકાણ કરવાની કરી અપીલ, ચૂંટણી જીતીશ તો શેરબજાર દોડશે બીજી ટેસ્ટ પહેલા કોહલીએ બેટ્સમેનોને આપ્યો આકરો સંદેશ, કહ્યું- આક્રમકતા જ છે હથિયાર, ડિફેંસિવ બેટિંગ ન ચાલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેર કરી Asia XI ટીમ, T-20 સીરિઝમાં રમશે આ છ ભારતીય ખેલાડીChennai Super Kings captain Mahendra Singh Dhoni to start training for IPL-13 from March 2. #MSDhoni #CSK
— Press Trust of India (@PTI_News) February 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion