વૃદ્ધાવસ્થાનું ટેન્શન થઇ જશે ખત્મ! , ફક્ત 100 રૂપિયાની બચત કરી મહિને મેળવો 57 હજાર રૂપિયા
National Pension System: સરકાર દ્ધારા ઘણી પેન્શન યોજનાઓ ચલાવવામાં આવી રહી છે
National Pension System: વૃદ્ધાવસ્થા માટે પેન્શન યોજનાઓમાં રોકાણ કરવું એ એક સારી રીત માનવામાં આવે છે. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ તમને નિયમિત આવક મળતી રહે છે. પેન્શન તમને પૈસાની ખોટ પડવા દેતું નથી. સરકાર દ્ધારા ઘણી પેન્શન યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) છે. કોઈપણ નાગરિક આ યોજના હેઠળ રોકાણ કરી શકે છે.
નિવૃત્તિ પછી આ યોજના એકમ રકમ મેળવવા ઉપરાંત દર મહિને પેન્શનનો લાભ પણ મળે છે. NPSની વેબસાઇટ દ્વારા તમે તેમાં રોકાણ કરી શકો છો અને અહીં વળતર અને લાભો સરળતાથી સમજી શકાય છે. NPS કેલ્ક્યુલેટર પણ અહીં ઉપલબ્ધ છે. જો તમે રોકાણ કરવા માંગો છો તો તમે જરૂરિયાત મુજબ રોકાણ પરના વળતરને સમજી શકો છો.
નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ખૂબ જ ઓછી રકમનું રોકાણ કરીને વધુ લાભ મેળવી શકાય છે. દરરોજ 100 રૂપિયાની બચત કરીને તમે કેવી રીતે 57,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો તે અહીં છે. ચાલો ગણતરી સમજીએ
25 વર્ષની ઉંમરે દર મહિને 1500 ના રોકાણ પર પેન્શન
જો તમે 25 વર્ષની ઉંમરે NPSમાં 1500 રૂપિયા એટલે કે દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો તો 60 વર્ષની ઉંમર સુધીમાં કુલ કોપર્સ 57,42,416 રૂપિયા થઈ જશે. જો કે, આ માટે વાર્ષિક વ્યાજ 10 ટકા હોવું જોઈએ. તમે 75 વર્ષની ઉંમર સુધી પણ રોકાણ કરી શકો છો. સ્કીમમાંથી બહાર નીકળતી વખતે રોકાણકારો પાસે 100 ટકા સુધીના કોપર્સ સાથે વાર્ષિકી પ્લાન ખરીદવાનો વિકલ્પ હોય છે.
જો આ કોપર સાથે 100 ટકા એન્યુટી ખરીદવામાં આવે તો ગ્રાહક 28,712 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકે છે. જો એન્યુટી ફક્ત 40 ટકા જ ખરીદવામાં આવે તો માસિક પેન્શન 11,485 રૂપિયા થશે અને તમને 34 લાખ રૂપિયાની એક સામટી રકમ મળશે, જે તમે ઉપાડી શકશો.
દરરોજ 100 રૂપિયા પર કેટલું પેન્શન મળશે
જો તમે 25 વર્ષની ઉંમરથી દર મહિને 3000 રૂપિયા એટલે કે 100 રૂપિયા પ્રતિ દિવસનું રોકાણ કરવાનું શરૂ કરો છો તો NPS કેલ્ક્યુલેટર મુજબ, 60 વર્ષ પછી 1,14,84,831 રૂપિયા એકઠા થશે. જો આ રકમ વડે 100 ટકા વાર્ષિકી એન્યુટી ખરીદવામાં આવે તો કુલ માસિક પેન્શન રૂ. 57,412 થશે અને જો માત્ર 40 ટકા વાર્ષિક જ એન્યુટી ખરીદવામાં આવે તો માત્ર રૂ. 22,970 માસિક પેન્શન તરીકે આપવામાં આવશે, પરંતુ નિવૃત્તિ પછી એક સાથે રકમ 68 લાખ રૂપિયા મળશે.
Join Our Official Telegram Channel: