શોધખોળ કરો
ન્યૂ લેબર કોડઃ હવે 5 વર્ષની નહીં એક વર્ષની નોકરી પર મળશે ગ્રેજ્યુઇટી, જાણો વિગતે
કોન્ટ્રાક્ટ પર નોકરીના વધતા ચલણ અને કર્મચારીઓમાં જલદી નોકરી બદલવાના કારણે પાંચ વર્ષથી ઓછા સમયની નોકરીમાં ગ્રેજ્યુઇટી આપવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

નવી દિલ્હીઃ નવા લેબર કોડન કારણે હવે પાંચ વર્ષના બદલે એક વર્ષની નોકરી પર ગ્રેજ્યુઇટી મળશે. સંસદમાં પસાર કરવામાં આવેલા નવા લેબર કોડ મુજબ હવે એક વર્ષની નોકરી પૂરી કરીને છોડવા પર ગ્રેજ્યુઇટી મળી શકશે. અત્યાર સુધી 5 વર્ષની નોકરી પૂરી કરવા પર દર વર્ષે 15 દિવસના વેતનના હિસાબે ગ્રેજ્યુઇટી મળે છે.
કોન્ટ્રાક્ટ પર નોકરીના વધતા ચલણ અને કર્મચારીઓમાં જલદી નોકરી બદલવાના કારણે પાંચ વર્ષથી ઓછા સમયની નોકરીમાં ગ્રેજ્યુઇટી આપવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. લેબરમાર્કેટના એક્સપર્ટનું માનવું છે કે પાંચ વર્ષની નોકરી પૂરી કરવાની શરત હવે પ્રાસંગિક નથી રહી, તેથી ઓછામાં ઓછા સમયગાળાની નોકરી પૂરી કરવા પર ગ્રેજ્યુઇટી મળવી જોઈએ.
લાંબા સમય સુધી કામ કરતાં કર્મચારીઓને સેલરી, પેંશન અને પ્રોવિડેંટ ફંડ ઉપરાંત ગ્રેજ્યુઇટી પણ મળે છે. જો કર્મચારી નોકરીની કેટલીક શરતો પૂરી કરે તો નિર્ધારીત ફોર્મુલા પ્રમાણે તેને ગ્રેજ્યુઇટી આપવામાં આવે છે.
ગ્રેજ્યુઇટી દર વર્ષની નોકરી પર 15 દિવસનો પગાર હોય છે. વેતનનો મતલબ જીએ અને બેસિક સેલરી હોય છે. મહિનાની ગણના 26 દિવસ મુજબ થાય છે, કારણકે ચાર દિવસ સાપ્તાહિક રજા હોય છે. પેમેંટ ઓફ ગ્રેજ્યુઇટી એક્ટ, 1972 મુજબ તેનો લાભ લાંબા સમય સુધી કંપનીમાં કામ કરનારા કર્મચારીને મળે છે. જો કર્માચરી નોકરી બદલે, નિવૃત્ત થાય કે સંજોગવશાત નોકરી છોડે તો પણ ગ્રેજ્યુઇટી નિયમો પૂરા કર્યા હોય તો લાભ મળી શકે છે. જો કોઈ કર્મચારી 5 વર્ષ 7 મહિના નોકરી કરે તો તેને છ વર્ષ માનવામાં આવે છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement