શોધખોળ કરો
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી મારુતિની નવી Alto, SUV જેવો છે લુક

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ભારતીય માર્કેટમાં તેની નવી અલ્ટો હેચબેક લોન્ચ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે નવી મારુતિ અલ્ટો કંપનીના ફ્યૂચર-એસ કોન્સેપ્ટ પર આધારિત હશે. આ કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. તેનું લોન્ચિંગ 2020માં કરવામાં આવશે. નવી મારુતિ અલ્ટો ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. 2020માં લોન્ચિંગ પહેલા મારુતિ સુઝુકી આ કારનું ટેસ્ટિંગ કરી રહી છે. ટેસ્ટિંગ દરમિયાન તેની લીક થયેલી તસવીર સામે આવી છે, જેમાં કાર એસયુવી જેવી લાગી રહી છે. આ નવી ડિઝાઇનથી મારુતિને પ્રથમ વખત ખરીદતાં ગ્રાહકોને આકર્ષિત કરવામાં મદદ મળશે. ટૉલ બૉય ડિઝાઇનના કારણે તેમાં ઘણા અનેક નવા ફીચર્સ જોવા મળશે. નવી મારુતિ અલ્ટોના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો નવી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમના અનેક ફીચર્સ જોવા મળી શકે છે. કંપની નવા સુરક્ષા નિયમો મુજબ કારને અપડેટ કરીને માર્કેટમાં ઉતારશે. મળતી માહિતી પ્રમાણે નવી મારુતિ અલ્ટોમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન મળશે. જે BS-VI એમિશન નોર્મ્સવાળું હશે. એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન સાથે આવશે તેવી જાણકારી મળી છે. પાવર ફીગર્સની માહિતી હાલ સામે આવી નથી. IPL 2019: લીગ સ્ટેજની મેચોનો કાર્યક્રમ થયો જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ અને જાણો કઇ ટીમનો ક્યારે છે મુકાબલો એપ્રિલથી ઘર ખરીદવું થશે સરળ, GST કાઉન્સિલે નવા સ્લેબને આપી મંજૂરી, જાણો વિગત મંદિરમાં પૂજા કરતા હતા પ્રિયંકા ગાંધી, બહાર લાગ્યા ‘હર હર મોદી’ના નારા, જુઓ વીડિયો ગુજરાત ભાજપમાં કઈ બેઠક પરથી કયા નેતા લડી શકે છે ચૂંટણી? વીડિયોમાં જુઓ સંભવિત યાદી લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપમાંથી કયા-કયા નેતાઓનું કપાઈ શકે છે પત્તું? જુઓ વીડિયો
વધુ વાંચો





















