New PF Withdrawal Rule: હવે EPFO માંથી પૈસા ઉપાડવાના બદલાયા નિયમો, 30ના બદલે 20 ટકા TDS લાગશે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ અંગે ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે.
![New PF Withdrawal Rule: હવે EPFO માંથી પૈસા ઉપાડવાના બદલાયા નિયમો, 30ના બદલે 20 ટકા TDS લાગશે New PF Withdrawal Rule: TDS rate on EPF withdrawals reduced to 20% from 30% in Budget 2023 New PF Withdrawal Rule: હવે EPFO માંથી પૈસા ઉપાડવાના બદલાયા નિયમો, 30ના બદલે 20 ટકા TDS લાગશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/14816e2f6d90d069fd906582a80a4b2e1672811945726279_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New PF Withdrawal Rule Budget 2023 : જો તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટના સબસ્ક્રાઇબર છો. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કેન્દ્રની મોદી સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ અંગે ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે.
હવે TDS 20% થશે
જો તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો, તો હવે તમારે 30%ની જગ્યાએ 20%ના દરે TDS ચૂકવવો પડશે. જો PAN કાર્ડ તમારા ખાતા સાથે લિંક છે કે નહીં, તે બંને કિસ્સાઓમાં લાગુ થશે. EPFO સંબંધિત આ નવો નિયમ 1 એપ્રિલ 2023થી દેશભરમાં લાગુ થશે. જો તમે 1 એપ્રિલ 2023 પહેલા EPFમાંથી ઉપાડ કરો છો તો તમારે પહેલાની જેમ TDS ચૂકવવો પડશે.
TDS 5 વર્ષ પછી લાગુ પડતો નથી
જો કોઈ ખાતાધારક 5 વર્ષમાં પૈસા ઉપાડે છે તો તેણે TDS ચૂકવવો પડશે. 5 વર્ષ પછી પૈસા ઉપાડવા પર કોઈ ટીડીએસ લાગશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં માહિતી આપી હતી કે TDS માટે ઓછામાં ઓછી 10,000 રૂપિયાની થ્રેશહોલ્ડ લિમિટ પણ હટાવી દેવામાં આવી છે. જ્યારે આ નિયમ લોટરીના કિસ્સામાં લાગુ થશે. એટલે કે, નાણાકીય વર્ષમાં કુલ 10 હજારની રકમ સુધી TDS કાપવામાં આવશે નહીં, પરંતુ તે પછી તે ચોક્કસપણે કાપવામાં આવશે.
જો કોઈનું PAN કાર્ડ EPFOના રેકોર્ડમાં અપડેટ નથી થયું તો તેણે 30% TDS ચૂકવવો પડશે. પરંતુ હવે તે ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ EPFO ખાતું ખોલ્યાના 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જો તમે રૂ. 50,000 થી વધુ રકમ ઉપાડો છો અને તમારી પાસે PAN કાર્ડ છે તો 10% TDS લાગુ થશે. જો તમારી પાસે PAN કાર્ડ નથી તો હવે 20 ટકા ચૂકવવા પડશે.
Adani Group : FPO બાદ અદાણીનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, હવે પ્લાન પણ કર્યો રદ્દ
Adani Group Shelves Bond Plan : અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની હાલત કફોડી બની છે. જૂથે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પાછો ખેંચી લીધા બાદ હવે બોન્ડ પ્લાન પણ રદ કરી દીધો છે. કંપનીએ આ બોન્ડ પ્લાન દ્વારા રૂ. 10 અબજ રૂપિયા ($122 મિલિયન) એકત્ર કરવાની યોજના બનાવી હતી. કંપની પ્રથમ વખત બોન્ડનું જાહેર વેચાણ કરવા જઈ રહી હતી. પરંતુ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કંપનીએ આ પ્લાનને હોલ્ડ પર રાખ્યો છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં 70 ટકાનો કડાકો બોલ્યો છે અને તેના માર્કેટ કેપમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.
અદાણી એન્ટરપ્રાઈઝ એડલવાઈસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ., એકે કેપિટલ, જેએમ ફાઈનાન્શિયલ અને ટ્રસ્ટ કેપિટલ સાથે બોન્ડ ઈશ્યુ કરવા માટે કામ કરી રહી હતી પરંતુ હવે સોદો રદ કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રુપના શેરમાં તાજેતરમાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ અદાણી ગ્રૂપે પણ અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. જો કે તે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયું હતું, ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે એક નિવેદન જારી કરીને કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કંપનીએ નૈતિકતાના આધારે તેને પાછી ખેંચી લીધો છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)