શોધખોળ કરો

UPIના નિયમોમાં આજથી ફેરફાર, ગૂગલ પે, ફોન પે અને પેટીએમ યુઝર્સ આપો ધ્યાન

નવા ઓટો ટોપ-અપ ફીચરથી ફરીથી UPI લાઇટમાં રૂપિયા એડ કરવામાં આવશે

UPI Liteના યુઝર્સ માટે સારા સમાચાર છે, કારણ કે આજથી એટલે કે 1 નવેમ્બરથી UPI Lite પ્લેટફોર્મમાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો આપણે ફેરફારો વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી, UPI Lite યુઝર્સ વધુ પેમેન્ટ કરી શકશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ તાજેતરમાં UPI Liteની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. જો આપણે અન્ય ફેરફારો વિશે વાત કરીએ તો, 1 નવેમ્બર પછી જો તમારું UPI લાઇટ બેલેન્સ ચોક્કસ મર્યાદાથી નીચે જાય છે તો નવી ઓટો ટોપ-અપ ફીચરથી ફરીથી UPI લાઇટમાં રૂપિયા એડ કરવામાં આવશે. આ મેન્યુઅલ ટોપ-અપની જરૂરિયાતને દૂર કરશે, જેના કારણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાઇટની મદદથી પેમેન્ટ કરી શકાય

નવા ફીચરની શરૂઆત ક્યારથી થશે

UPI લાઇટ ઓટો-ટોપ-અપ ફીચર 1 નવેમ્બર, 2024 થી શરૂ થવાની ધારણા છે. UPI Lite એક વૉલેટ છે જે યુઝર્સને UPI PIN નો ઉપયોગ કર્યા વિના ટ્રાન્જેક્શન કરવાની સુવિધા આપે છે. હાલમાં UPI Lite યુઝર્સે ચૂકવણી કરવાનું ચાલુ રાખવા માટે તેમના બેન્ક ખાતામાંથી તેમના વોલેટ બેલેન્સને મેન્યુઅલી રિચાર્જ કરવું પડશે. જો કે, નવી ઓટો-ટોપ-અપ સુવિધા સાથે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) મેન્યુઅલ રિચાર્જની જરૂરિયાતને દૂર કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનું લક્ષ્ય રાખે છે. 27 ઓગસ્ટ, 2024 ના રોજ NPCIના નોટિફિકેશનમાં UPI લાઇટ ઓટો-પે બેલેન્સ ફીચરની જાહેરાત કરવામાં આવી હતી.

UPI Lite વોલેટ બેલેન્સ કરો ઓટો ટોપ-અપ

ટૂંક સમયમાં તમે UPI લાઇટ પર ન્યૂનતમ બેલેન્સ સેટ કરી શકશો. જ્યારે પણ તમારું બેલેન્સ આ મર્યાદાથી નીચે જાય છે, ત્યારે તમારા UPI Lite વૉલેટમા તમારા લિંક કરેલ બેન્ક એકાઉન્ટમાંથી નિશ્ચિત રકમ એડ થઇ જશે. રિચાર્જની રકમ પણ તમારા દ્વારા સેટ કરવામાં આવશે. આ વોલેટની મર્યાદા 2,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે. UPI Lite એકાઉન્ટ પર એક દિવસમાં પાંચ જેટલા ટોપ-અપની મંજૂરી આપવામાં આવશે.

NPCI મુજબ, UPI Lite યુઝર્સે 31 ઓક્ટોબર, 2024 સુધીમાં ઓટો-પે બેલેન્સ સુવિધાને સક્ષમ કરવી પડશે. આ પછી તમે 1 નવેમ્બર, 2024 થી UPI લાઇટ પર ઓટો ટોપ-અપ ફીચરનો ઉપયોગ કરી શકશો.

UPI લિમિટ

UPI Lite દરેક યુઝરને 500 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન કરવાની મંજૂરી આપે છે. આ સાથે UPI Lite વૉલેટમાં વધુમાં વધુ 2000 રૂપિયાનું બેલેન્સ રાખી શકાય છે. UPI Lite વૉલેટની દૈનિક ખર્ચ મર્યાદા 4000 રૂપિયા છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ UPI Liteની મહત્તમ ટ્રાન્જેક્શન મર્યાદા 500 થી વધારીને 1,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત, UPI Lite વૉલેટની મર્યાદા પણ 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget