Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Nifty New High: શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે અને બજાર ખુલ્યા પછી તરત જ નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવી છે.
Nifty New High: શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ છે અને બજાર ખુલ્યા પછી તરત જ નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવી છે. સેન્સેક્સ પણ તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક આવ્યો હતો પરંતુ નવી ઊંચી સપાટી સુધી પહોંચવાથી ચૂકી ગયો છે.
નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ
NSE નિફ્ટીએ આજે 23,667.10ના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો છે. જો આપણે NSEના એડવાન્સ-ડેક્લાઈન રેશિયો પર નજર કરીએ તો 1435 શેરમાં તેજી જોવા મળી રહી છે અને 239 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
બજારની શરૂઆત કેવી રહી?
BSE સેન્સેક્સ 250.55 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 77,729.48 ના સ્તર પર ખુલ્યો છે. આ સિવાય NSEનો નિફ્ટી 94.20 પોઈન્ટ અથવા 0.40 ટકાના વધારા સાથે 23,661 પર ખુલ્યો હતો.
બેન્કિંગ, ઓટો અને એફએમસીજી શેર સિવાય નિફ્ટીના તમામ સેક્ટર્સના ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં પણ ખરીદદારી રહી છે. જેના કારણે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1.71 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિ માર્કેટ ખુલતા જ 1.71 લાખ કરોડ રૂપિયા વધી ગઇ હતી.
હવે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સોની વાત કરીએ તો બીએસઇ સેન્સેક્સ હાલમાં 148.28 પોઇન્ટ એટલે કે 0.19 ટકાની તેજી સાથે 77,627.21 અને નિફ્ટી 48.35 પોઇન્ટ એટલે કે 0.10 ટકાના ઉછાળા સાથે 23,615.35 પર છે.
સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે જેમાં 19 ગ્રીન ઝોનમાં છે. સૌથી વધુ તેજી ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એચસીએલમાં જોવા મળી રહી છે.