શોધખોળ કરો
Advertisement
રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા પર પહોંચ્યો, ત્રણ વર્ષના સૌથી ઉંચા સ્તર પર
ખાદ્ય સેગમેન્ટમાં ફુગાવાનો દર 10.01 ટકા હતો જે ઓક્ટોબરમાં 7.89 ટકા હતો અને એક વર્ષ અગાઉ -2.61 ટકા હતો.
નવી દિલ્હીઃ ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારાના કારણે રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં વધીને 5.54 ટકા પર પહોંચી ગયો છે. જે ત્રણ વર્ષમાં સૌથી ઉંચા સ્તર પર છે. છેલ્લા મહિનામાં ઓક્ટોબરમાં આ 4.62 ટકા હતો. જ્યારે નવેમ્બર 2018માં રિટેલ ફુગાવાનો દર ફક્ત 2.33 ટકા હતો. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખાદ્ય સેગમેન્ટમાં ફુગાવાનો દર 10.01 ટકા હતો જે ઓક્ટોબરમાં 7.89 ટકા હતો અને એક વર્ષ અગાઉ -2.61 ટકા હતો.
આનાથી વધારે રિટેલ ફુગાવાનો દર જૂલાઇ 2016માં 6.07 ટકા નોંધવામાં આવ્યો હતો. સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને મોંઘવારી દર 4 ટકાના દાયરામાં રાખવાનું કહ્યું છે જેમાં બે ટકાનું માર્જિન પણ છે. રિટેલ ફુગાવાનો દર નવેમ્બરમાં વધીને 5.54 ટકા થઇ ગઇ છે.આ છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ છે. નિષ્ણાંતોના કહેવા અનુસાર, મોંઘવારીનો દર આરબીઆઇના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી વધુ રહ્યું છે.Retail inflation up at 5.54 per cent in November, industrial production in October down by 3.8 per cent Read @ANI story | https://t.co/9YYZbuYBWe pic.twitter.com/H4FCi3Hg9I
— ANI Digital (@ani_digital) December 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion