શોધખોળ કરો

હવે Post Officeમાંથી પણ કઢાવી શકાશે PAN Card, ઇન્ડિયા પોસ્ટ ટ્વીટ કરીને આપી જાણકારી

PAN Card એક ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. પાનકાર્ડ બેંક ખાતું ખોલવા, 50 હજાર રૂપિયાથી વધુના નાણાંકીય વ્યવહાર અને આવકવેરા રીટર્ન ભરવા માટે જરૂરી છે.

નવી દિલ્હીઃ જો તમે હજુ સુધી PAN Card ન કઢાવ્યું હોય તો, તમારા માટે ખુશ ખબર છે. હવે તમે Post Officeમાં જઈને PAN Card માટે અરજી કરી શકો છો. ઇન્ડિયા પોસ્ટે ગુરુવારે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. હાલના સમયમાં Aadhar Card ઉપરાંત PAN Card પણ ઘણું જરૂરી થઈ ગયું છે. PAN Cardનો ઉપયોગ નાણાંકીય લેવડ દેવડમાં પણ કરવામાં આવે છે. તમે ધર બેઠે પણ PAN Card માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

ઇન્ડિયા પોસ્ટ કર્યું ટ્વીટ

ઇન્ડિયા પોસ્ટે ગુરુવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હીત. તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરવામાં આવ્યું કે – “PAN Cardના અનેક લાભ છે અને તમે પસંદગીની Post Officeમાં તેના માટે અરજી કરી શકો છો. આ અનેક નાણાંકીય લેવડ દેવડ માટે મદદરૂપ છે.” #AapkaDostIndiaPost

આ કામમાં જરૂરી છે PAN Card

PAN Card એક ઓળખ કાર્ડ તરીકે પણ કામ કરે છે. પાનકાર્ડ બેંક ખાતું ખોલવા, 50 હજાર રૂપિયાથી વધુના નાણાંકીય વ્યવહાર અને આવકવેરા રીટર્ન ભરવા માટે જરૂરી છે. આ ઉપરાંત મિલકતની ખરીદીમાં પણ તે જરૂરી છે. તમે PAN Card માટે ઓનલાઇન અરજી કરી શકો છો. આ માટે તમારે તમારું અપડેટ કરેલું આધારકાર્ડ, ફોટો અને અન્ય વિગતો આપવી પડશે.

આ લિંકથી પણ કરી શકો છો અરજી

Post Office ઉપરાંત તમે ઘર બેઠે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. તેના માટે તમારે વેબસાઈ http://www.onlineservices.nsdl.com/ પર જવાનું રહેશે. અહીં તમારે તમારા Aadhar Card સહિતની અન્ય જરૂરી જાણકારી આપવી પડશે. ઉપરાંત તમારે PAN Card માટેની ફી પણ ઓનલાઈન જ જમા કરાવવાની રહેશે. થોડા દિવસ બાદ PAN Card તમારા ઘરના સરનામાં પર મોકલી દેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget