NSE Co-location Scam: ચિત્રા રામકૃષ્ણ પર કેટલાક બ્રોકર્સને પસંદ કરવાનો આરોપ, CBIના ગાંધીનગર સહિત અનેક શહેરોમાં દરોડા
NSE co-location scam: રામકૃષ્ણ અને સુબ્રમણ્યમના કાર્યકાળ દરમિયાન એનએસઈના અધિકારીઓએ કેટલાક દલાલોને પસંદ કર્યા હતા અને તેમાંથી અનુચિત લાભ મેળવ્યો હોવાના આક્ષેપોની સીબીઆઈએ તપાસ શરૂ કરી છે.
NSE co-location scam: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ શનિવારે એનએસઇના કો-લોકેશન કૌભાંડ કેસના સંદર્ભમાં કેટલાક શહેરોમાં 10થી વધુ સ્થળો પર તલાશી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઇ, ગાંધીનગર, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને કોલકાતા સહિત અન્ય શહેરોમાં દલાલોના 12થી વધુ પરિસરોની તલાશી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ આ કેસમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી ચિત્રા રામકૃષ્ણ અને જૂથના ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રહ્મણ્યમ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે 2010 થી 2015 સુધી, જ્યારે રામકૃષ્ણ એનએસઈના મેનેજર હતા ત્યારે એફઆઈઆરના એક આરોપી, ઓપીજી સિક્યોરિટીઝ, "ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ" કેટેગરીમાં 670 વ્યવસાયિક દિવસોમાં બીજા પીઓપી સર્વર સાથે જોડાયેલો હતો.
રામકૃષ્ણ અને સુબ્રમણ્યમના કાર્યકાળ દરમિયાન એનએસઈના અધિકારીઓએ કેટલાક દલાલોને પસંદ કર્યા હતા અને તેમાંથી અનુચિત લાભ મેળવ્યો હોવાના આક્ષેપોની સીબીઆઈએ તપાસ શરૂ કરી છે.
CBI conducting searches against brokers at more than 10 locations in Delhi, Mumbai, Kolkata, Gandhinagar, Noida and Gurugram in connection with the NSE co-location scam case: Sources
— ANI (@ANI) May 21, 2022
પૂર્વ સીઈઓ રવિ નારાયણ બાદ 2013માં એનએસઈના વડા બનેલા રામકૃષ્ણે સુબ્રમણ્યમને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા, જેમને પાછળથી વાર્ષિક 4.21 કરોડ રૂપિયાના ઊંચા પગારે ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (જીઓઓ) બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો