શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટની સલાહ બાદ રતન ટાટા વિરુદ્ધનો માનહાનિ કેસ પાછો ખેંચશે નુસ્લી વાડિયા
બિઝનેસમેન નુસ્લી વાડિયાએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા વિરુદ્ધ 3000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ બિઝનેસમેન નુસ્લી વાડિયાએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા વિરુદ્ધ 3000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. બોમ્બે ડાઈંગના ચેરમેન વાડિયાએ ટાટા સામે માનહાનીના તમામ કેસ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના એક કેસમાં વાડિયાએ રૂપિયા 3,000 કરોડનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.અરવિંદ બોબડેએ સલાહ આપી હતી કે બંન્ને દેશના પ્રખ્યાત લોકો છો અને તેમને કાનૂની વિવાદથી બચતા આ પ્રકારના નાના-મોટા વિવાદોને પરસ્પર સહમતિથી ઉકેલી દેવા જોઇએ. વાડિયાએ આક્ષેપ કર્યો હતો કે ઓક્ટોબર,2016માં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા અને ટાટા ગ્રુપના બાકી લોકો મારા વિશે અપમાનજનક શબ્દ કહેતા હતા. મારા પર મિસ્ત્રી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ અગાઉ છ જાન્યુઆરીના રોજ સુનાવણી દરમિયાન રતન ટાટા અને નુસ્લી વાડિયા માનહાનિ કેસમાં ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, બંન્ને ઇન્ડસ્ટ્રિઝના દિગ્ગજ લીડર છો અને તેમને વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોમવારે ફરી સુનાવણી હાથ ધરાઇ હતી.
નુસ્લી વાડિયાને સ્વતંત્ર ડિરેક્ટર પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.વાડિયા ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના બોર્ડ્સમાં સ્વતંત્ર ડિરેક્ટર હતા. ડિસેમ્બર,2016થી ફેબ્રુઆરી,2017 વચ્ચેના ગાળામાં યોજાયેલી બેઠકોમાં શેરધારકોએ વાડિયા વિરુદ્ધ મતદાન કરી તેમને બહાર કરી દીધા હતા. 2016માં નુસ્લી વાડિયાને રતન ટાટા અને અન્ય વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાડિયાએ આ મામલે 3000 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. જૂલાઇ 2019માં બોમ્બે હાઇકોર્ટે ગુનાહિત માનહાનિને રદ કરી દીધો હતો. બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને નુસ્લી વાડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion