શોધખોળ કરો
Advertisement
ફરી રડાવી શકે છે ડુંગળી, આ કારણે આવ્યો ભાવમાં ઉછાળો, જાણો વિગત
ડુંગળીના કારોબારીઓના કહેવા મુજબ, નવરાત્રીમાં ઉત્તર ભારતમાં ડુંગળીની માંગ ઘટે છે. જેના કારણે આ દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે ફરીથી ડુંગળીના ભાવમાં તેજી આવી છે. ડુંગળીના ભાવમાં તેજી 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેશે.
નવી દિલ્હીઃ નવરાત્રી પૂરી થયા બાદ ફરીથી ડુંગળી અને ટમેટાના ભાવમાં વધારો થઈ ગયો છે. એશિયાની સૌથી મોટી આઝાદપુર મંડીમાં ડુંગળી 35 થી 45 રૂપિયા પ્રતિકિલોગ્રામ અને ટમેટા 50થી 55 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળી રિટેલ માર્કેટમાં પહોંચે છે ત્યારે ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ જાય છે. જ્યારે ટમેટા પણ રિટેલ માર્કેટમાં 70 થી 80 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચાઈ રહ્યા છે.
ડુંગળીના કારોબારીઓના કહેવા મુજબ, નવરાત્રીમાં ઉત્તર ભારતમાં ડુંગળીની માંગ ઘટે છે. જેના કારણે આ દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે ફરીથી ડુંગળીના ભાવમાં તેજી આવી છે. ડુંગળીના ભાવમાં તેજી 15 થી 20 દિવસ સુધી ચાલુ રહેશે.
હાલ નાસિક અને મધ્ય પ્રદેશની ડુંગળી આવી બજારમાં આવી રહી છે અને 15 થી 20 દિવસમાં રાજસ્થાનની ડુંગળી માર્કેટમાં આવશે. જે બાદ ભાવમાં ઘટાડો થશે. ડુંગળીના ભાવ વધવાનું સૌથી મોટું કારણ એ છે કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પાક બરબાદ થઈ ગયો છે. આ કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદના કારણે ટમેટાના પાક ખરાબ થઈ ગયો છે. જેના કારણે તેના ભાવમાં પણ વધારો થયો છે. 15 દિવસ બાદ ટમેટાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ખેડૂતો ખેત પેદાશના પુરતા ભાવ મળતા ન હોવાથી પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે મંડીમાં ડુંગળીનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં આવી રહ્યો નથી. જેથી તેના ભાવમાં વધારો થયો છે.
Jio બ્રોડબેન્ડ યૂઝર્સ માટે માઠા સમાચાર, ફ્રીમાં નહીં મળે કેબલ TV સબસ્ક્રિપ્શન, આ છે કારણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમથી શું નાખુશ છે કોહલી ? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement