(Source: ECI/ABP News/ABP Majha)
OYO Layoffs : હવે ઓયો કર્મચારીઓની કરશે છટણી, 600 લોકોની જશે નોકરી
OYO Layoffs : કંપની તેના 3,700 કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડશે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે.
OYO Layoffs : IPO લાવવાની તૈયારી કરી રહેલી ટ્રાવેલ ટેક્નોલોજી ફર્મ ઓયોએ શનિવારે કહ્યું કે તે ટેક્નોલોજી અને કોર્પોરેટ સેક્ટરમાં 600 નોકરીઓ કાપશે. આ રીતે, કંપની તેના 3,700 કર્મચારીઓમાંથી લગભગ 10 ટકા ઘટાડશે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે.
ટ્રાવેલ ટેક ફર્મ OYO તેનો IPO લાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે. જો કે આ પહેલા શનિવારે કંપનીના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ઓયોએ કહ્યું કે તે તેના 3700 કર્મચારી આધારને લગભગ 10 ટકા ઘટાડીને 600 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ સાથે કંપની રિલેશનશિપ મેનેજમેન્ટ ટીમમાં લગભગ 250 લોકોની ભરતી પણ કરશે.
આ ઘટાડા મુખ્યત્વે ટેક્નોલોજી અને કોર્પોરેટ વર્ટિકલ્સમાં થવાના છે. ઓયોએ કહ્યું કે કંપનીનું આ પગલું કંપનીના સંગઠનાત્મક માળખામાં વ્યાપક ફેરફારોને લાગુ કરવાનો એક ભાગ છે. તે તેની પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ, કોર્પોરેટ હેડક્વાર્ટર અને OYO વેકેશન હોમ્સની ટીમોનું કદ ઘટાડી રહી છે.
કંપનીએ નિવેદનમાં શું કહ્યું...
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "OYO તેના 3,700 કર્મચારી બેઝમાંથી 10 ટકા ઘટાડવા જઈ રહી છે. તે 600 કર્મચારીઓની છટણી કરશે અને 250 કર્મચારીઓની ભરતી પણ કરશે. કંપનીની સારી કામગીરી માટે પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ટીમોને મર્જ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે ટેક ટીમોમાં પણ છટણી થઈ રહી છે.
વિશ્વની આ પ્રખ્યાત કંપનીમાં છટણીનો તબક્કો શરૂ, 1500 લોકોની નોકરી પર લટકી તલવાર
ર્મચારીઓની છટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્વીડિશ ફેશન કંપની H&M એ વૈશ્વિક સ્તરે 1,500 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે, જે તેને 1 વર્ષમાં 2 બિલિયન સ્વીડિશ ક્રાઉન્સ ($190 મિલિયન) બચાવવામાં મદદ કરશે. વિશ્વની નંબર 2 ફેશન બિઝનેસ કંપની યુક્રેન-રશિયા યુદ્ધને કારણે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આ પછી, તે કર્મચારીઓને કાઢી મૂકનાર પ્રથમ મોટી યુરોપિયન કંપની છે.
આ કંપની નોકરીઓ કાપશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, H&M સિવાય, અમેરિકન ફૂડ ડિલીવરી સર્વિસ ડોરડેશ ઇંક (US Food Delivery Service DoorDash Inc) કહે છે કે તે ખર્ચ પર લગામ લગાવવા માટે લગભગ 1,250 નોકરીઓ કાપવા જઈ રહી છે. હાલમાં H&M વૈશ્વિક સ્તરે લગભગ 155,000 લોકોને રોજગારી આપે છે.