ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Australia: ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડમાં સરકારે એક લેબમાંથી અનેક ઘાતક વાયરસ ગુમ થયાની જાણકારી આપી હતી.
Australia: ઓસ્ટ્રેલિયામાં એક લેબમાંથી સેંકડો ઘાતક વાયરસના સેમ્પલ ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડમાં સરકારે એક લેબમાંથી અનેક ઘાતક વાયરસ ગુમ થયાની જાણકારી આપી હતી.
🚨 SHOCKING & CONCERNING NEWS
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 11, 2024
Hundreds of 'DEADLY virus' samples are missing from a lab in Australia 😡
323 samples of live viruses including Hendra virus, Lyssavirus and Hantavirus went missing in a serious breach of biosecurity protocols. pic.twitter.com/xw0t9U5E0P
ક્વિન્સલેન્ડ સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે "જૈવ સુરક્ષા પ્રોટોકોલના ઐતિહાસિક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્વીન્સલેન્ડની પબ્લિક હેલ્થ વાયરોલોજી લેબોરેટરીમાંથી ઓગસ્ટ 2023માં અનેક જીવલેણ વાયરસના 323 સેમ્પલ ગુમ થયા હતા. આ વાયરસોમાં હેન્ડ્રા વાયરસ, લિસાવાયરસ અને હંટાવાયરસનો સમાવેશ થાય છે.
હેન્ડ્રા એ ઝૂનોટિક (પ્રાણીઓથી-માણસોમાં ફેલાય છે) વાયરસ છે જે ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર હંટાવાયરસ એ વાયરસનું એક સમૂહ છે જે ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે. જ્યારે લિસાવાયરસ એ વાયરસનું એક જૂથ છે જે હડકવાનું કારણ બની શકે છે.
ક્વીન્સલેન્ડ સરકારે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી સેંકડો જીવલેણ વાયરસના નમૂનાઓ ગુમ થયા છે. જે લેબમાંથી સેમ્પલ ગુમ થયા છે તે "તબીબી મહત્વ માટેના વાયરસ અને મચ્છર તથા મેડિકલ રિસર્ચ માટેની ડાયગ્નોસ્ટિક સેવાઓ, સર્વેલન્સ અને સંશોધન કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ચેપી રોગના સેમ્પલ ચોરાઇ ગયા છે કે નાશ પામ્યા છે. લોકો માટે જોખમરૂપ હોવાના પણ કોઇ પુરાવા નથી. સરકારે આ મામલે તપાસ શરૂ કરી હતી.
મંત્રી ટિમોથી નિકોલ્સે એક નિવેદનમાં કહ્યું હતું કે જૈવ સુરક્ષા પ્રોટોકોલના આટલા ગંભીર ઉલ્લંઘન અને ચેપી વાયરસના નમૂનાઓ સંભવિત રીતે ગુમ થવાથી સાથે ક્વીન્સલેન્ડ હેલ્થે તપાસ કરવી જોઈએ કે શું થયું અને ફરી વાયરસના સેમ્પલ ગુમ થતા રોકવા માટે શું કરી શકાય છે. તપાસ એ સુનિશ્ચિત કરશે કે આ ઘટનાના પાછળના કારણો શું રહ્યા છે અને લેબમાં આજે કાર્યરત વર્તમાન નીતિઓ અને પ્રક્રિયાઓની તપાસ કરાશે."
નિકોલ્સે ઉમેર્યું હતું કે ક્વીન્સલેન્ડ હેલ્થે આ મામલે પગલાં લીધા છે, જેમાં જરૂરી નિયમનો પર સ્ટાફને ફરીથી પ્રશિક્ષિત કરવા અને સામગ્રીના યોગ્ય સંગ્રહની ખાતરી કરવા માટે ઓડિટ હાથ ધરવાનો સમાવેશ થાય છે. બોસ્ટનની નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં એઆઈ અને લાઈફ સાયન્સના ડિરેક્ટર સેમ સ્કાર્પિનોએ પુષ્ટી કરી કે ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ "જૈવ સુરક્ષામાં ગંભીર ખામી" સમાન છે. ત્રણ પેથોજેન્સ માનવોમાં ખૂબ જ ઊંચો મૃત્યુદર ધરાવી શકે છે, પરંતુ તે વ્યક્તિથી વ્યક્તિમાં સરળતાથી ફેલાતા નથી.