શોધખોળ કરો

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ICMR એ પોતાના રિપોર્ટમાં એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સંશોધનમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. તેમણે કહ્યું હતું કે, 'હકીકતમાં આ ICMR અભ્યાસ દર્શાવે છે કે કોરોના રસી આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે. ICMR એ પોતાના રિપોર્ટમાં એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મૃત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા.

સંશોધન માટે 19 રાજ્યોમાંથી નમૂના લેવામાં આવ્યા છે

ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલોજીએ આ અભ્યાસ 18-45 વર્ષની વયના વ્યક્તિઓ પર કર્યો હતો જેઓ સ્વસ્થ હતા અને તેમને કોઈ રોગ નહોતો અને 1 ઓક્ટોબર, 2021 અને 31 માર્ચ, 2023ની વચ્ચે અસ્પષ્ટ કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સંશોધન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન આવા 729 કેસો સેમ્પલ તરીકે લેવામાં આવ્યા હતા જેનું અચાનક મૃત્યુ થયું હતું અને 2916 સેમ્પલ  એવા હતા જેમને હાર્ટ અટેક આવ્યા પછી બચાવી લેવામાં આવ્યા હતા.  સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-19 રસીના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

અચાનક મૃત્યુનું કારણ શું હતું?                          

સંશોધનમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે, જેમાં મૃતકનું કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, મૃત્યુના 48 કલાક પહેલાં વધુ પડતો દારૂ પીવો, ડ્રગ્સનો ઉપયોગ અને મૃત્યુ પહેલાના 48 કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જીમમાં કસરત સહિત) સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ICMR અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ -19 રસીકરણ અને યુવાનોમા અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. તેના બદલે કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, પરિવારમાં આવા આકસ્મિક મૃત્યુનો ઈતિહાસ અને જીવનશૈલી સાથે જોડાયેલા કેટલાક ફેક્ટર્સ સહિતના અનેક પરિબળો આવા મૃત્યુની સંભાવનાને વધારે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીકરણની સાઇડ ઇફેક્ટ્સને ટ્રેક કરવા માટે 'એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન' (AEFI) નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ કેન્દ્રો પર એનાફિલેક્સિસ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને રસીકરણ પછી વ્યક્તિને ફરજિયાતપણે 30 મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. AEFI વિશે જાગરૂકતા વધારવા માટે નડ્ડાએ જણાવ્યું હતું કે રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોર્ટિંગ વધારવા માટે રાજ્યોને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સરકાર જાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે.

કોવિડ રસીની સાઇડ ઇફેક્ટ્સનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો

નોંધનીય છે કે કોવિડ વેક્સીનની સાઇડ ઇફેક્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ વર્ષે 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કોરોના વેક્સિનને કારણે બ્લડ ગંઠાઈ જવા જેવી આડઅસરનો આરોપ લગાવતી અરજીઓ ફગાવી દીધી હતી. તત્કાલિન ચીફ જસ્ટિસ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે આ અરજીઓ માત્ર સનસનાટી ફેલાવવા માટે દાખલ કરવામાં આવી હતી. બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે એપ્રિલમાં કોર્ટમાં સ્વીકાર્યું કે તેમની કોવિડ-19 રસી કોવિશિલ્ડની આડઅસર થઈ શકે છે.

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
Embed widget